જો એકવાર તમે પણ જોઇ લેશો આ જુગાડ તો ખરેખર માથુ ખંજવાળતા રહી જશો, જોઈને દિવસ સુધરી જશે

નહિ જોયા હોય આવા જુગાડુ આઇડિયા, એકથી એક ધમાકેદાર તસવીરો ફરાવી દેશે તમારુ માથુ !

ભારતીયો તેમના જુગાડુ વિચારો માટે ખૂબ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એકથી વધુ ફની જુગાડની તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક જુગાડ એટલા અદ્ભુત હોય છે કે તમારે માથું ખંજવાળવાની નોબત આવી પડે છે. આવા જ કેટલાક ફોટોઝ તમારું ઘણું મનોરંજન કરશે. તમારે પણ આ ફોટા એકવાર જોવા જોઈએ…

તમે બધાએ ચેસ વિશે કોઈને કોઈ સમયે સાંભળ્યું જ હશે અથવા તો કેટલાક લોકોએ તો આ ગેમ રમી પણ હશે. પરંતુ ફોટોમાં જોવા મળેલી આવી ગેમ ચોક્કસ કોઈએ નહીં રમી હોય અને ન તો કોઈએ તેના વિશે સાંભળ્યું હશે. વાસ્તવમાં કેટલાક લોકોએ ચેસની કુકડીને બદલે નટ બોલ્ટ લગાવ્યા છે. હવે આવા લોકોના જુગાડને સલામ કરવી પડે.

તમે પણ ઘરમાં કોઇક વખત નળ લીક થવાની સમસ્યાનો સામનો કર્યો હશે. ઘણી વખત આવી સમસ્યાઓના નિરાકરણ માટે આપણે પ્લમ્બરને બોલાવીએ છીએ અને તે નળને ઠીક કરીને જતો રહે છે. પરંતુ જ્યારે ઘરના લોકો જાતે મિકેનિક બનવાની કોશિશ કરે છે ત્યારે કંઈક આવું જ થાય છે. નળમાંથી નીકળતા પાણીના બગાડને રોકવા માટે ઘરના લોકોએ આ બોટલને નળની નીચે એવી રીતે મૂકી કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ ફોટામાં જોઈ શકાય છે કે આ કૂતરો પાછળના પગનો ઉપયોગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં તેની મદદ કરવા માટે કોઈએ ખૂબ જ મીઠું પગલું ભર્યું છે. તેના પાછળના પગને બદલે કોઈએ બે પૈડાવાળી ટ્રોલી જેવું કંઈક બાંધ્યું છે. હવે તેની મદદથી કૂતરો પીડા વિના ચાલી શકે છે. એટલે જ કહેવાય છે કે જરૂરિયાત એ શોધની જનની છે.

ઉનાળાની ઋતુમાં બાઇક કે સ્કૂટી ચલાવવી ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આ લોકોએ ગરમીથી બચવા માટે પોતાના મનના એવા ઘોડા દોડાવ્યા કે ફોટો જોઈને દરેકને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવે. તેણે તેના માથા ઉપર ટેબલ ફેન લગાવ્યો છે જેથી આ વ્યક્તિને ગરમીથી થોડી રાહત મળી શકે. એટલું જ નહીં, તેના માથા પર એક શેડ પણ છે જેથી સૂર્ય તેના માથા પર ન પડે.

આપણે બધાએ કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી છે. તમે આવા લોકો પણ જોયા હશે જેઓ ટ્રેનમાં સૂઈ જાય છે અને અહીં-તહીં બેઠેલા લોકોના ખભા પર અથડાતા રહે છે. પરંતુ આ વ્યક્તિએ અન્ય મુસાફરોને ખલેલ પહોંચાડ્યા વિના તેની ઊંઘ લેવાનું શીખી લીધું છે. તેણે પોતાનું માથું એવી રીતે બાંધ્યું હતું કે તે કોઈ પણ સ્થિતિમાં બીજા પર પડી ન શકે.

Shah Jina