આવો જુગાડ આપણા દેશમાં જ જોવા મળશે.. આ ભાઈએ બનાવ્યું એવું જુગાડુ બાઈક કે બુલેટનો અવાજ પણ તેની આગળ થઇ જાય ફેલ, જુઓ વીડિયો

બોટલમાં પેટ્રોલ, સાઇલેન્સરમાં પથ્થર, કબાડીમાંથી આ ભાઈએ એવી બાઈક ચલાવી કે જોનારના હોંશ ઉડી ગયા, જુઓ વીડિયો

ભારત અને જુગાડને બહુ વર્ષો જૂનો નાતો રહ્યો છે. આપણે ત્યાં કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કોઈને કોઈ જુગાડ તો હોય જ છે. ઘણા લોકો મુશ્કેલ કામને પણ જુગાડ દ્વારા ખુબ જ આસાન બનાવી દેતા હોય છે. ભારતીયોના આવા જુગાડના ઘણા બધા વીડિયો દુનિયાભરમાં વાયરલ થતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ વખાણતા હોય છે.

હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ભાઈએ જે બાઈક બનાવ્યું છે એ જોઈને તો ખરેખર કોઈનું પણ દિમાગ ચકરાવે ચઢી જાય. આ વીડિયોમાં એક વ્યક્તિ એવી બાઇક લઈને જતો જોવા મળ્યો હતો જેણે પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. લોકો મૂંઝવણમાં પડી ગયા કે તેને બાઇક કહેવું કે બીજું કંઇક.

વીડિયોમાં તે વ્યક્તિ પોતે બાઇકને કબાડી વાળી બાઇક કહેતો જોવા મળે છે. તેણે ‘જુગાડ’ વડે તેની બાઇકનો આખો દેખાવ બદલી નાખ્યો હતો. સાયલન્સરની અંદર એક પથ્થર પણ મુકવામાં આવ્યો હતો. બાઇકનો અવાજ એટલો જોરદાર હતો કે તેના અવાજથી કાન ઉભા થઇ ગયા. આ વીડિયો MP પોલીસ ઈન્સ્પેક્ટર ભગવત પ્રસાદ પાંડેએ ટ્વિટર પર શેર કર્યો છે.

આ વીડિયોની સાથે તેમણે તેના કેપ્શનમાં લખ્યું “બ્રેક સિવાય બધું જ લાગત છે… હોર્ન સિવાય બધું જ વાગે છે.” વીડિયોને 1.7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે સેંકડો યુઝર્સે ફીડબેક પણ આપ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ તૂટેલી બાઇક ચલાવી રહ્યો છે. અવાજ ઓછો કરવા માટે બાઇકના સાઇલેન્સરમાં એક પથ્થર મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં તેનો અવાજ ખૂબ જ બુલંદ છે. બાઇકમાં ન તો યોગ્ય હેડલાઇટ છે કે ન તો સીટ. બાઇકની માત્ર ફ્રેમ જ દેખાય છે.

Niraj Patel