ખબર

OMG: જુડવા બાળકોને કારમાં લોક કરીને ભૂલી ગયા પિતા, આઠ કલાક પછી આવ્યા તો જોઈને ધ્રુજી ઉઠ્યા

ઘણા  લોકો તેના ભુલકણા સ્વભાવને કારણે હેરાન થવું પડે છે. તો ક્યારેક ભુલકણા સ્વભાવને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે તે પરિસ્થિતિને જિંદગીભર યાદ રાખે છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. જેમાં એક પિતાને આ ઘટના જિંદગીભર યાદ રહેશે.

Image Source

ન્યુયોર્કમાં જુઆન રોડ્રિગુએઝ નામનો યુવક તેના જુડવા બાળકોને કારમાં ભૂલી જતા બે બાળકોના મોત નિપજ્યા હતા. જુઆનની પત્નીએ મારિસા રોડ્રિગુએઝએ રવિવારે જણાવ્યું હતું કે, હું આ નુકસાનને તો ક્યારે પણ ભૂલી નહીં શકું. તો બીજીતરફ જુઆન પણ તેની આ ભુલને ક્યારે પણ ભૂલી નહીં શકે. હાલમાં તો મહિલાએ તેના 1 વર્ષના જુડવા બાળકોના મોત બાદ તેના પતિને સાથ આપવાની વાત કરી છે. હાલમાં તો આ શખ્સ પર આકસ્મિક હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Image Source

ગત શુક્રવારે જુઆન અને મારિસાણા જુડવા બાળકો લુના અને ફિનૉક્સ કાર્યમાં મૃત અવસ્થામાં મળ્યા હતા. જુઆન તેના 1 વર્ષના આ જુડવા બાળકોને ડે-કેર હાઉસમાં મુકવાનું ભૂલી ગયો હતો. અને બાળકોને કારમાં મૂકી શિફ્ટ કરવા ચાલ્યો ગયો હતો. જયારે તે  8 કલાકની શિફ્ટ પુરી કરીને આવ્યો ત્યારે બાળકો મૃત અવસ્થામાં પડ્યા હતા.જુઆને તેના બાળકોને હોન્ડા એકોર્ડમાં 8 કલાક માટે ભૂલી ગયા હતો.ત્યારે ન્યુયોર્કનું તાપમાન 32 ડિગ્રી હતું.

Image source

જુઆન લગભગ સાંજે 4 વાગ્યે તેની શિફ્ટ કરીને આવ્યા બાદ તેને 10 મિનિટ સુધી તો કાર ચલાવી હતી. ત્યારબાદ તેને અહેસાસ થયો હતો કે તેના બાળકો પાછળની સીટ પર છે. જુઆનએ સીટમાં જોયું તો બાળકોના મોં માંથી ફીણ નીકળતા હતા. ત્યારબાદ તેના બાળકોને પાછળની સીટમાં જોતા જોર જોરથી રડવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Image Source

જુઆનએ આ બાબતે પોલીસને જણાવ્યું હતું કે,મને લાગ્યું કર હું બાળકોને ડે-કેરમાં  મૂકી આવ્યો છું. ત્યારબાદ હું મારા કામ પર ચાલ્યો ગયો હતો. ત્યારે હું સમગ્ર પણે બ્લેન્ક થઇ ગયો હતો. મારા બાળકો મરી ગયા. મારા બાળકોને મે જ મારી નાખ્યા છે. તેના માટે હું જ જવાબદાર છું.

Image Source

જુઆન એક સામાજિક કાર્યકર્તા પણ છે. સાથઈ જ તેને  કોર્ટમાં પણ અપીલ કરી છે. પત્ની મારિસાએ કહ્યું હતું કે,આ એક ભયાનક હાદસો છે. અને આ મુશ્કેલ ઘડીમાં મને જુઆનની સતત જરૂર છે.  સાથે જ તેને કહ્યું હતું કે, મને ક્યારે પણ વિચાર પણ આવ્યો ના હતો કે મારી સાથે આટલો મોટો હાદસો થશે.અને મારે આટલું મોટું દર્દ સહન કરવાનો વારો થશે. હું હજુ પણ મારા પતિને બેહદ પ્રેમ કરું છું.  મારા પતિ બહુજ સારા માણસ છે. અને મહાન પિતા પણ છે. મને ખબર છે કે  તેને આ દુર્ઘટના જાણી જોઈને નથી કરી.

Image Source

જુઆને આ મામલે બ્રોન્ક્સ ક્રિમિનલ કોર્ટે $100,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.  જુઆન કોર્ટ પરિસરમાં તેની પત્નીના ખંભા પર રડતો જોવા મળ્યો હતો.  જુઆન અને મારિસાબા બાળકો સાથેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks