ખબર

ખેડામાં પરિણીતા પર બળાત્કાર કરી હત્યા કરનાર 3 નરાધમને કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી યુવતિઓની હત્યા અને બળાત્કારના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગત ફેબ્રુઆરી માસમાં સુરતમાં બનેલ ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ બાદ વડોદરામાંથી પણ યુવતિઓની હત્યાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે બળાત્કારના કેસમાં હવે ગુજરાતમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી બની રહી છે. આરોપીઓને જલ્દી સજા સંભળાવવામાં આવી રહી છે કારણ કે પીડિત વ્યક્તિ કે પરિવારને જલ્દીથી ન્યાય મળે. ત્યારે આ બધા વચ્ચે કપડવંજ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ઘટનાની વિગત જોઇએ તો, ખેડાના કપડવંજના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપ મામલે આજે કપડવંજ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

Image source

આ કિસ્સો વર્ષ 2018નો છે. કપડવંજની પરણિત મહિલા પર 3 નરાધમોએ ગેંગરેપ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ કેસમાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવચા ત્રણેય નરાધમ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. ત્રણ આરોપીઓની વાત કરીએ તો, ગોપી ઉર્ફે બલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક, જયંતીભાઈ બબાભાઈ વાદી, લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આ મામસે સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને આ મામલે ચુકાદો એડી.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આપ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

નિરમાલી ગામની સીમમાં લઇ આવ્યા બાદ આ બે હવસખોરોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે ભત્રીજો ગોપી ઉર્ફે ભલો ગિરીશભાઇ દેવીપૂજક આવી પહોંચ્યો હતો અને આ ઘટના તે બધાને કહી દેશે તેવા ભયને કારણે જયંતિ અને લાલાએ ગોપી ઉર્ફે ભલાની સાથે બળજબરીપૂર્વક સંભોગ કરાવ્યો હતો. જે બાદ મહિલાના ગળા પર પગ મૂકી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મહિલાની લાશને નિર્વસ્ત્ર કરી પુરાવો નાશ કરવાના ઇરાદે તેને દિવેલાના ખેતરમાં નાખી દીધી અને હતી તે બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

મૃતક સંગીતાબેનને તેમના ભત્રીજા ગોપી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમના લગ્ન મુકેશ સાથે થયા હતા. લગ્ન બાદ તેને ત્રણ બાળકો પણ હતા. ત્યારે 28 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ મજૂરીકામથી બહાર ગયા હતા ત્યારે સંગીતાબેન સાંજના સમયે પોતાના પિયર જવા નીકળ્યા તે વખતે મોટીઝેર નજીક તેમની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબાભાઈ વાદી તથા લાલા રમેશભાઈ વાદી પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતું.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ દિવેલાના ખેતરમાં લઈ જઈ બંનેએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ગોપી ઉર્ફે ભલો આ ઘટના નજરોનજર જોઈ ગયો હતો. ખેતરમાં મહિલાની નિર્વસ્ત્ર લાશ મળી આવતા જ પોલીસે તાબડતોડ તપાસ હાથ ધરી હતી અને તેમાં ત્રણેય આરોપી પકડાઇ ગયા હતા. તેમની કડકાઇથી પૂછપરછ હાથ ધરતાં તેઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.