જયારે એક હત્યારાને કિસ કરતી મહિલા જજનો વીડિયો થયો લીક તો મચી ગયો હંગામો, જાણો પૂરી કહાની

ઘોર કળયુગ: આજીવન કેદના હત્યારા સાથે આ મહિલા જ્જને પ્રેમ પાંગર્યો, કેમેરામાં જ ઝડપાઇ ગઈ

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો ફની હોય છે તો ઘણા ચોંકાવનારા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે વીડિયોમાં કોઇની હરકતો કેદ થઇ જતી હોય છે અને તેવા વીડિયો વાયરલ થાય તો ઘણો હંગામો મચી જતો હોય છે. હાલ એક મહિલા જજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં મહિલા જજ જેલમાં એક દોષિતને મળવા ગઈ હતી. જેલમાં જ તે તેને કિસ કરતી કેમેરામાં કેદ થઈ હતી. એટલું જ નહીં, ન્યાયાધીશે આ દોષિતને આજીવન કેદમાંથી બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ, આ ઘટના 29 ડિસેમ્બરની છે. 29 તારીખના રોજ બપોરે આર્જેન્ટિનાના દક્ષિણી ચુબુત પ્રાંતની એક જેલમાં આ ઘટના બની હતી.

જેલમાં જજ મેરીએલ સુઆરેઝ હત્યાના કેસમાં દોષિત ક્રિશ્ચિયન ‘માય’ બુસ્ટોસને મળવા ગયા હતા. ક્રિશ્ચિયન વ્યવસાયે એક પોલીસમેન હતો, જેણે તેના પાર્ટનરની ગોળી મારીને હત્યા કરી હતી. ન્યાયાધીશ મેરીએલ સુઆરેઝે જેલમાં દોષિત ક્રિશ્ચિયનને ગળે લગાડ્યો અને તેને કિસ પણ કરી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ કૃત્ય બાદ સુઆરેઝ શંકાના ઘેરામાં આવી ગઇ છે. તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, જજ મેરીએલ સુઆરેઝે દોષિત ક્રિશ્ચિયનને આજીવન કેદમાંથી બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હકીકતમાં, ક્રિશ્ચિયનના કેસની સુનાવણી દરમિયાન, સુઆરેઝ જજોની પેનલ પર બેઠા હતા. તેઓએ નક્કી કરવાનું હતું કે 2009માં હત્યા માટે તેને આજીવન કેદની સજા આપવી કે નહીં.

સુઆરેઝ આ પેનલના એકમાત્ર ન્યાયાધીશ હતા જેમણે ક્રિસ્ટિયનને આપવામાં આવેલી આજીવન કેદની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જજ સુઆરેઝને કહેવામાં આવ્યું હતું કે ક્રિસ્ટિયન ‘ખૂબ જ ખતરનાક કેદી’ છે. તેમ છતાં, તેમણે તેમને આજીવન કેદની સજાનો વિરોધ કર્યો હતો. જો કે, બાકીના ન્યાયાધીશો તેને આજીવન કેદની સજા કરવા સંમત થયા અને તેને આજીવન જેલમાં મોકલવામાં આવ્યો હતો.પોતાના ખુલાસામાં જજે કહ્યુ કે તે ક્રિસ્ટિયનની એટલી નજીક ગઈ હતી કે તે તેની વાતચીતની ગુપ્તતા જાળવી રાખી શકે જેથી ત્યાંના લોકો તેની વાત સાંભળી ન શકે. તેણે એમ પણ કહ્યુ હતુ કે કેમેરાનો એન્ગલ ખોટો હતો.

Shah Jina