ખબર

અમદાવાદની આ સ્કૂલે કોરોનાકાળમાં 17 મહિના સુધી વિદ્યાર્થીઓને ફી માફી આપી…વાલીઓમાં ખુશીની લહેર

કોરોના વાયરસના આ રોગચાળાના સમયે દેશભરમાં લોકડાઉનને કારણે શાળાઓ-કોલેજો બંધ છે. સાથે જ નોકરી-ધંધાઓ બંધ છે અને મજૂરોની અને નીચલા વર્ગના લોકોની આવક પણ બંધ છે. જેને કારણે તેમને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે પણ ઘણી શાળાઓ એવી છે કે જે મેસેજ કરીને વાલીઓને તેમના બાળકોની ફી ભરવાની જાણ કરી રહી છે ત્યારે અમદાવાદના દરિયાપુરની એક શાળા એવી છે કે જેને વિદ્યાર્થીઓનો ફી માફીની જાહેરાત કરી છે. આ કિસ્સો શાળાના સંચાલકો માટે ઉદાહરણરૂપ બની રહ્યો છે.

Image Source

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ડબગરવાડ પાસે આવેલી જે.પી. સ્કૂલના સંચાલકોએ ધોરણ 1થી ધોરણ 8ના 350 જેટલા વિદ્યાર્થીઓની એપ્રિલ માસથી ઓક્ટોબર માસ સુધી એટલે કે 6 મહિનાની ફી માફ કરવાની આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે લોકડાઉન બાદ વિદ્યાર્થીઓનું શિક્ષણ છેલ્લા 3 મહિનાથી બંધ છે.

જે.પી. સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે, અને સ્કૂલના સંચાલકોએ જાહેર કર્યું છે કે આગામી જુલાઈથી શરુ થતા શૈક્ષણિક વર્ષ માટે તેઓ ફી નહિ વસુલે. આ શાળામાં આવતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ગરીબ અને મજૂરવર્ગના પરિવારમાંથી આવે છે અને હાલ આ વર્ગના લોકોની આવક બંધ છે. ત્યારે જે.પી. સ્કૂલે જુલાઈથી ઓક્ટોબર 2021 સુધી ફી માફ કરી છે. સાથે જ આ વર્ષના માર્ચ-એપ્રિલ મહિનાની ફી પણ નહીં લે.

Image Source

આટલું જ નહીં, સાથે જ સ્કૂલમાં નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પણ ઓકટોબર સુધી ફી માફી આપી છે. આ અંગે સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ શાહે જણાવ્યું કે જે.પી. સ્કૂલ ધોરણ 1થી 12ની સ્કૂલ છે. જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓએ ફી ભરવાની હોતી નથી જ્યારે 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ફી ભરવામાં માફી આપી છે. કુલ 17 મહિનાની ફી માફી આપવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને આનાથી મોટી રાહત થઇ ગઈ છે.

Image Source

હાલની પરિસ્થિતિને જોઈને ફીના અભાવે લોકો પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી ન લે અને અભ્યાસ બંધ ન કરાવી દે એ માટે સ્કૂલના સંચાલકોએ આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે આજના બાળકો જ દેશનું ભવિષ્ય છે અને જો તેઓ ફીના અભાવે અભ્યાસ છોડી ન દે એ માટે શાળાના સંચાલકોનો આ નિર્ણય બધા જ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.