પતિ માટે સુસાઇડ નોટ મૂકીને મહિલાએ કર્યું મોતને વહાલું, લખ્યું, “હું અને તમે ખુશ રહેશો..”, હેરાન કરી દેનારી ઘટના

છેલ્લા થોડા સમયમાં દેશભરમાં આપઘાતના કિસ્સાઓ વધ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર ઘણી પરણિત મહિલાઓ પણ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લેતી હોય છે, હાલ એક એવી જ પરણિત મહિલા રિપોર્ટરના આપઘાતનો મામલો સામે આવ્યો છે.

કેરળમાં બેંગ્લોરની એક મહિલા પત્રકારે આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પતિ પર પરણિતાને  ત્રાસ આપવાનો આરોપ છે. મંગળવારે મહિલા પત્રકારના ભાઈ નિશાંત નારાયણને વ્હાઇટફિલ્ડ એપાર્ટમેન્ટમાં મહિલા પત્રકાર મૃત હાલતમાં મળી હતી. 37 વર્ષીય શ્રુતિ નારાયણ ન્યૂઝ એજન્સી રોઈટર્સના પત્રકાર હતા.

શ્રુતિએ એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે લખ્યું છે કે “હું મારું જીવન સમાપ્ત કરવા જઈ રહી છું. મારા આ પગલાથી બે લોકો સૌથી વધુ ખુશ થશે. તમે અને હું.” સુસાઈડ નોટમાં શ્રુતિએ લખ્યું છે કે “હું ખુશ છું કારણ કે હું આ દર્દભરી જીંદગીમાંથી બચી રહી છું અને તું ખુશ રહીશ કારણ કે તું મને તારી જીંદગીમાં નહીં રાખે.”

પોતાના પતિના નામે લખેલી સુસાઈડ નોટમાં શ્રુતિએ તેના પતિને કહ્યું છે કે જો તે ફરીથી લગ્ન કરવા ઈચ્છે છે તો તેણે કોઈ અંધ અને બધિર મહિલા સાથે લગ્ન કરવા જોઈએ. મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે 20 મિનિટથી વધુ સમય સુધી તેના ત્રાસને કોઈ સહન કરી શકે નહીં.

શ્રુતિના પતિ અનીશ કોરોથ 19 માર્ચે કન્નુરમાં તેમના પૈતૃક ઘરે ગયા હતા, પરંતુ હાલમાં તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી નથી. શ્રુતિએ 20 માર્ચે આત્મહત્યા કરી હતી, તેના એક દિવસ પછી તેના પતિ કુન્નુર ગયા હતા. બીજી તરફ શ્રુતિનો ભાઈ નિશાંત 20 માર્ચે ફ્લેટ પર પહોંચ્યો ત્યારે તેણે તેની બહેનને મૃત હાલતમાં જોઇ. નિશાંત પણ તેની પત્ની સાથે બેંગ્લોરમાં રહે છે.

પોલિસને ઘરમાંથી ત્રણ અલગ-અલગ સુસાઈડ નોટ મળી આવી છે. એક પોલીસ માટે, એક તેના પતિ અનીશ કોરોથ માટે અને એક શ્રુતિ દ્વારા તેના માતા-પિતા નારાયણન પેરિયા અને સત્યભામા કે જેઓ કાસરગોડ શહેરમાં રહે છે. પોતાના માતા-પિતાના નામે લખેલી સુસાઈડ નોટમાં શ્રુતિએ કહ્યું છે કે જો તે જીવતી રહેશે તો તે ઘણા વર્ષો સુધી તેમના દુઃખનું કારણ બનશે.

Niraj Patel