ગળાડૂબ પાણીમાં ડૂબીને રિપોર્ટિંગ કરતા આ પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થયો વાયરલ, જોઈને લોકો કરવા લાગ્યા પ્રસંશા, જુઓ

ટીવી ઉપર સમાચાર જોનારો ખુબ જ મોટો વર્ગ છે, સમાચાર આપતી વખતે ઘણા રિપોર્ટરો એવું એવું કરતા હોય છે જેને જોઈને આપણું પણ હસવું છૂટી જાય. ત્યારે હાલ એવા જ એક રીપોર્ટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે અને જેમાં રિપોર્ટરનું રિપોર્ટિંગ જોઈને લોકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે.

પાડોશી દેશ પાકિસ્તાન વિનાશક પૂર સામે ઝઝૂમી રહ્યું છે. સોમવારે પૂરથી મૃત્યુઆંક 1,061 પર પહોંચ્યો હતો.આ દરમિયાન, પાકિસ્તાની મીડિયા પૂરના જોખમો સામે લડતી વખતે લોકોને દરેક અપડેટ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. પત્રકારો કેટલીકવાર પરિસ્થિતિનું સચોટ ચિત્ર આપવા માટે કોઈપણ હદ સુધી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં રિપોર્ટર પાણીની અંદર રિપોર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં એક રિપોર્ટર પૂરની વચ્ચે ગળાડૂબ ભરાયેલા પાણીમાં સમાચાર આપતો જોઇ શકાય છે. તેનું આખું શરીર પાણીમાં ડૂબી ગયું છે અને વીડિયોમાં તેનું માથું અને માઈક જ દેખાય છે. વીડિયો શેર કરતા અનુરાગ અમિતાભ નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘ખતરનાક, ઘાતક, ડરામણી પાકિસ્તાની રિપોર્ટિંગ.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ રિપોર્ટરના સમર્પણ અને કાર્યની પ્રશંસા કરી હતી, તો અન્ય ઘણા લોકોએ રિપોર્ટરને જોખમમાં મૂકવા બદલ ન્યૂઝ ચેનલની ટીકા કરી હતી. જો કે લોકો તેને ‘ચાંદ નવાબ 2’ પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, રિપોર્ટિંગ માટે તમને સલામ સર. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘યે રિપોર્ટિંગ નહીં આસન’.

Niraj Patel