હેલ્થ

જો તમે પણ શાક કે દાળમાં કોથમીર નાખો છો તો આ લેખ અચૂક વાંચજો

સામાન્ય રીતે આપણે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, કોથમીરમાં રહેલા તત્વો માનવ શરીરને નિરોગી અને સ્વસ્થ બનાવે છે. કોથમીરના સેવનથી ઘણા પ્રકારના રોગથી છુટકારો થાય છે.

કોથમીરમાં પ્રોટીન, વસા, ફાયબર, કાર્બોહાઇરેટ અને મિનરલ જેવા તત્વો હોય છે. કોથમીરના પાંદડામાં મેગ્નેશિયમ,આયર્ન વગેરે જેવા તત્વ ભરપૂર માત્રામાં હોય છે. કોથમીરનો ઉપયોગ ચટણી બનાવવા માટે પણ થાય છે.

Image Source

કોથમીરથી થતા લાભ 

શરીરને નુકશાન કરતા કોલેસ્ટોને ઘટાડીને શરીરને ફાયદો કરી કોલેસ્ટોને વધારે છે. પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે. તે લીવરની કાર્યશક્તિને વધારે છે.

ડાયાબિટીસના દર્દીને મોટા પ્રમાણમાં ઉપયોગી છે. તે બ્લડસુગરના લેવલને વધારવામાં ઉપયોગી બને છે. આમાંથી મળતું ફાયટરોન્યુટ્રીસ રેડિકલ ડેમેજ માં સુરક્ષા કરે છે.

કોથમીરમાં anti-inflammatory ના ગુણ હોય છે.

Image Source

મોઢામાં પડેલા ચાંદામાં પણ કોથમીર ઉપયોગી બને છે. તેમાં રહેલા એન્ટી-સેપ્ટિક તત્વ ઉપયોગી બને છે.

કોથમીરને સવારમાં ઉકાળીને ખાલી પેટ પીવાથી પથરી પેશાબ વાટે દૂર થાય છે.

આંખો માટે ઉપયોગી

કોથમીરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની માટે ખુબ ઉપયોગી હોય છે. જે બાળકોની આંખોની રોશની ઉંમર પહેલાજ નબળી પડી હોય તેને ઉપયોગી બને છે.

પાચન શક્તિમાં ઉપયોગી

કોથમીર પાચન શક્તિ વધારવામાં ઉપયોગી બને છે.કોથમીરના સેવનથી પેટની તકલીફ દૂર થાય છે. કોથમીરને વાટીને છાશમાં નાખીને પીવાથી અપચો, ઉલ્ટી, મરડાથી રાહત મળે છે. પેટનો દુખાવો પણ દૂર થાય છે.

Image Source

મસ્સા અને ખીલમાં ઉપયોગી

મસ્સા માટે કોથમીર ખુબ ઉપયોગી છે. કોથમીરને વાટીને દરરોજ લાગવાથી મસ્સા મટાડી શકાય છે. કોથમીરને વાટીને તેની સાથે 1 ચમચો જેટલી હળદર મિક્સ કરીને મોઢા ઉપર લાગવાથી રાહત મળે છે.

 નબળાપણું દૂર કરવા

તમને જયારે પણ ચક્કર-થાક લાગે ત્યારે કોથમીરનો જ્યુશ દરરોજ સાંજ-સવાર પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ફાયદો થાય છે. તેના જ્યુશમાં 10 ગ્રામ પાણી મિશ્રણ કરીને દિવસમાં 2 વખત ઉપયોગ માં લેવું.

Image Source

કોલેસ્ટ્રોને કાબુમાં રાખે:

કોથમીરમાં ઘણા એવા તત્વ હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોને કાબુમાં રાખે છે. આયુર્વેદિકના સિદ્ધાંત મુજબ કોથમીરના બીજમાં કોલેસ્ટ્રોને કાબુમાં રાખવાની ક્ષમતા હોય છે. કોઈ પણ વ્યક્તિ કોલેસ્ટ્રોની બીમારીથી પીડિત હોય તો તેને દરરોજ કોથમીરના બીજને ગરમ પાણીમાં ઉકાળીને પાણી ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે.

કિડનીની તકલીફને દૂરકરવા ઉપયોગી

કોથમીરનો ઉપયોગ કરવાથી કિડની સ્વસ્થ રહે છે. દરરોજ કોથમીરને ઉપયોગમાં લેવાથી કિડનીની તકલીફ થતી નથી.તેથી કોથમીરનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવું અનિવાર્ય છે.

Image Source

એનિમિયા દૂર કરવા

કોથમીરમાં આર્યન પૂરતા પ્રમાણમાં હોય છે. તેનો દરરોજ ઉપયોગ કરવાથીથી એનિમિયાને દૂર કરી શકાય છે. તેમાં એન્ટી ઓકસીડેંટ, મિનરલ, વિટામિન A અને C પ્રમાણમાં હોવાથી કેન્સરથી પણ બચાવ કરે છે.

અન્ય કોઈ પણ પ્રકારની બળતરામાં ઉપયોગી

કોથમીર હાથ-પગની બળતરામાં ઉપયોગી બને છે. આંખો, યુરિન અને માથાના દુખાવાને પણ દૂર કરે છે. તેના માટે કોથમીરના બીજને પૂરતા પ્રમાણમાં ચૂરણ કરી જમ્યા પછી ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે.