બોલીવુડના દિગ્ગજ કોમેડી કિંગનો આજે જન્મદિવસ છે, 10 તસ્વીરોમાં જુઓ લક્ઝુરિયસ ઘર
બૉલીવુડ એક્ટર જોની લીવર આજે પહેચાનનો કોઈ મોહતાજ નથી. જોની તેની એક્ટિંગથી લોકોને દીવાના બનાવી રહ્યો છે. છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી જોની લીવર લોકોને હસાવે છે. આજે અમે તન તેના લકઝરીયસ મકાનની તસ્વીર સામે આવી છે.

બૉલીવુડ કોમેડી એક્ટર જોની લીવર આજ 63 વર્ષનો થઇ ગયો છે. 14 ઓગસ્ટ 1957માં આંધ્રપ્રદેશમાં એક તેલુગુ ક્રિશ્ચિન પરિવારમાં જન્મેલા જોઈ લિવરનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જનુમાલા છે. લોકોને ખબર છે કે તે માત્ર સાતમા ધોરણનો પાસ છે.

ખરેખર, ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી, જેના કારણે તેને અધવચ્ચે ભણતર છોડી દીધું હતું.આ પછી તે સીધો મુંબઇ આવ્યો અને પેટ ભરવા માટે તેણે મુંબઈની શેરીઓમાં પેન વેચવાનું શરૂ કર્યું. જોની લિવર બોલિવૂડના ગીતો અને કલાકારોની નકલ કરીને પેન વેચતો હતો. જોકે હવે જોનીની સારી સંપત્તિ છે અને તે તેના પરિવાર સાથે મુંબઇમાં રહે છે.

સમય વીતતા જ હિન્દુસ્તાન લીવર કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. ત્યાંથી જ તેને જોની લીવર નામ મળ્યું હતું. આ દ્વારા એક સ્ટેજ શો દરમિયાન સુનીલ દત્તની નજર પડી હતી. સુનીલ દત્તે તેને બોલિવૂડમાં કામ અપાવ્યું હતું. જોનીએ પોતાની મહેનતના જોરે બોલિવૂડમાં એક સ્થાન બનાવ્યું છે, જે દરેકને મળતું નથી.

જોની લિવરની મુંબઈમાં ઘણી સંપત્તિ છે. પરંતુ જોની લિવર મુંબઇના અંધેરી (વેસ્ટ) માં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં પત્ની સુજાથા, પુત્રી જિમ્મી અને પુત્ર જૈસી સાથે રહે છે. કહેવામાં આવે છે કે જોનીના મુંબઈમાં ઘણી પ્રોપટી છે. પરંતુ તેને આ ફ્લેટ ખૂબ જ પસંદ છે. તેણે 30 વર્ષ પહેલાં એટલે કે 1990માં આ ફ્લેટે ખરીદ્યો હતો.

જોનીની પુત્રી જેમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું – પપ્પાએ આ ઘર 90 ના દાયકામાં તેની મહેનતથી મેળવેલા પૈસાથી ખરીદ્યો હતો. આ ઘર સાથે અનેક જૂની યાદો જોડાયેલી છે. તેથી તેઓ બીજે ક્યાંય જવા માંગતા નથી

જોનીની પુત્રીજણાવ્યા અનુસાર, મારા ભાઈનો જન્મ થતાંની સાથે જ અમે અહીં શિફ્ટ થઇ ગયા હતા. અમારું કુટુંબ ખૂબ મોટું છે અને બધા અહીં જ રહેતા છે. હવે દરેક પોતપોતાના ઘરે શિફ્ટ થઈ ગયા છે. પરંતુ આ ઘર હંમેશા પપ્પા માટે ખાસ રહેશે

એક ટીવી શો દરમિયાન જોનીના મિત્રોએ કહ્યું હતું કે જ્યારે તેના ઘરની આસપાસ કોઈ ફંક્શન હોય ત્યારે તે બધા ત્યાં જઇને પ્રોગ્રામ કરતા હતા. આ સમય દરમિયાન એક દિવસ ઘણાં કિન્નર મળ્યા અને જોની લિવરે તેમની સાથે મસ્તીમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું.

ઘણા ઓછા લોકો જાણે છે જે વ્યક્તિને આ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. જોનીની સખત મહેનત અને કુશળતાને કારણે આજે જોની લિવરની જગ્યા પર પહોંચી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.