કોમેડિયન જોની લીવરની દીકરી લાગે છે બોલિવુડ હસીનાઓથી પણ ખૂસુરત, જુઓ તસવીરો

જોની લીવર બોલિવુડના એ અભિનેતાઓમાના એક છે જેમણે કોમેડિયન તરીકે ઇંડસ્ટ્રીમાં તેમની એક અલગ ઓળખ બનાવી છે. હવે તેમની દીકરી પણ તેમના જ કદમ પર ચાલી રહી છે. જેમીનુ સ્ટેંડઅપ કોમેડિયન તરીકે ઘણુ નામ છે.

બોલીવૂડમાં ઘણા એવા કલાકારો છે જે હમેશા પોતાના અભિનય માટે જાણીતા બન્યા છે. જો બોલીવૂડ અભિનેતા જોની લિવરની વાત કરવામાં આવે તો તે તેમની કોમેડી,ઉત્તમ સંવાદ અને જોરદાર અભિનયથી પ્રેક્ષકોને ખૂબ હાસ્ય સાથે સારું એવું મનોરંજન પૂરું પડતા આવ્યા છે.

જોની લિવર એક એવો અભિનેતા છે જે બોલીવૂડના મોટા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચુક્યા છે.અને પોતાની એક સારી એવી ઓળખ ઉભી કરી છે.જયારે તેમની લોકપ્રિયતા પણ ખુબ વધારે છે.જયારે દર્શકો હમેશા તેમના જીવન અને તેમના પરિવાર વિષે જાણવા માંગતા હોય છે.આજે તમને અભિનેતા જોની લિવરની પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેમીનો જન્મ 10 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો. જેમીને એક નાનો ભાઇ જેસી છે. જેમીએ તેનો શરૂઆતનો અભ્યાસ મુંબઇથી કર્યો છે અને તે બાદ તે લંડન ચાલી ગઇ. ત્યાં તેણે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીથી માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યુ છે. તે બાદ તે મુંબઇ આવી ગઇ.

જેમીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2012માં એક લંડન બેસ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કરી હતી. તે જ વર્ષે તે મુંબઇમાં કેટલાક શોમાં સ્ટેંડઅપ કોમેડી પણ કરતી હતી. આ સાથે જેમી સોની ટીવી શો “કોમેડી સર્કસ કે મહાબલી”માં પણ તેનું હુનર બતાવી ચૂકી છે.

ઘણા લોકો જાણતા હશે કે કપિલ શર્માની ફિલ્મ “કિસ કિસકો પ્યાર કરૂ”માં પણ તે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ચંપાની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે ઘણા લાઇવ શો હોસ્ટ કર્યા છે.

તેણે એકવાર એવું કહયું હતું મારો જન્મ મુંબઇમાં થયો હતો,પરંતુ હાસ્ય કલાકાર તરીકે મારો જન્મ લંડનમાં થયો હતો.જ્યારે પિતા બ્રિટન પ્રવાસ પર હતા. જેમાં મને સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે તક મળી હતી.આ સમયે તે માર્કેટિંગની નોકરી કરતી હતી.

જેમી તેના પિતા જોની લિવર સાથે પણ સ્ટેજ શેર કરે છે. તે “ધ કપિલ શર્મા શો”માં પણ જોવા મળી હતી. તેણે પિતાની જેમ અભિનયની દુનિયામાં આગળ વધવું નક્કી કર્યું અને આજે તે પિતાની જેમ ઘણી સફળતા પ્રાપ્ત કરી રહી છે.

તમને જણાવી દઈએ કે જેમી લીવર દેખાવમાં પણ ઘણી સુંદર છે.તેની સુંદરતા તો બોલિવુડ અભિનેત્રીઓ જેવી છે. તે કોઇ બોલિવુડ હસીનાથી કમ નથી. જેમી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ઘણીવાર પિતા સાથેની તસવીર તેમજ ભાઇ સાથે ડાંસ વીડિયો પણ શેર કરતી હોય છે.

બોલિવુડમાં ઘણા સ્ટારકિડ્સ એવા છે જેઓ તેમના પેરેન્ટ્સનું નામ રોશન કરે છે અને એમાંથી જ એક છે કોમેડિયન જોની લીવરની દીકરી જેમી લીવર. જેમી પિતાની જેમ કોમેડી કરે છે અને તે ઉપરાંત તે ડાંસનો પણ ખૂબ શોખ ધરાવે છે.

કોમેડી સાથે સાથે તે ડાંસિંંગ પણ ખૂબ જ જોરદાર કરે છે અને તે તેની વીડિયો પર જોઇ શકાય છે. તેનો એક વીડિયો થોડા સમય પહેલા ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે સ્ટ્રીટ ડાંસર 3Dના ગીત મુકાબલા પર ખૂબ જ સરસ ડાંસ કરતી જોવા મળી હતી.

Shah Jina