મનોરંજન

10 PHOTOS: બોલિવૂડનો હેન્ડસમ હિરો ગણાતા જોન અબ્રાહમની પત્ની રહે છે બધાથી છુપાઈને રહે છે, એકદમ લાઈમલાઈટથી દૂર

આખા બોલીવુડમાં જોન જેવી બોડી કોઈની નથી, ક્યારેય જોઈ એની પત્નીને? જુઓ બેહદ બ્યુટીફૂલ તસવીરો

બોલીવુડના હેન્ડસમ એક્શન હીરો તરીકે જોન અબ્રાહમને માનવામાં આવે છે. આજે બોલીવુડમાં જોન અબ્રાહમની ગણના એક સફળ એક્ટરમાં થાય છે. આજે અમે તમને તેની પત્ની વિષે થોડું જણાવીશું.

ઈરોટિક ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર જોન અબ્રાહમ દેશભક્તિની ફિલ્મો સૌથી વધુ કરે છે. જૉનની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીની બાબતમાં ધૂમ મચાવે છે પરંતુ તે તેની પર્સનલ લાઈફમાં ઘણો શાંત છે.

જોન અબ્રાહમની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તે બહુજ ઓછી વાતચિત કરે છે તો તેની પત્ની પ્રિયા લાઇમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. લાઇમ લાઈટ થી દૂર રહેવાનું કારણ જોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

જોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને જયારે હું પત્ની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો હોય ત્યારે મને પેપરાઝી ક્લચર પસંદ નથી.

પ્રિયા બહુજ પ્રાઇવેટ પર્સન છે. પ્રિયાની તેની આ વાત મને ખુબ જ પસંદ છે. પ્રિયાએ બિઝનેસ સ્કૂલ ઓફ લંડનથી તેનું ભણતર પૂરું કર્યું હતું.

આ પ્રિયાનું ભણતર પૂરું કર્યા બાદ તે લોસ એન્જેલસમાં રહી છે. પ્રિયાને તેના કામથી કામ રાખવાની જ આદત છે. જોન અબ્રાહમે કહ્યું હતું કે, પ્રિયા મારા ધંધામાં અહમ ભૂમિકા છે.

પરંતુ તે હંમેશા પડદા પાછળ રહેવાનું જ પસંદ કરે છે. પ્રિયા મારી ફૂટબોલ ટિમ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી હેન્ડલ કરે છે, જે ગૌહાટીમાં છે, કોઈ ટીમને હહેન્ડલ કરવી કોઈ પ્રોડક્શન ટીમને હેન્ડલ કરવા જેવું છે.

વધુમાં જોને કહ્યું હતું કે, પ્રિયાના કારણે જ મારા સંબંધમાં મેચ્યોરિટી આવી છે.

જણાવી દઈએ કે, વર્ષ 2014માં જોને પ્રિયા રૂંચાલ સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા. લગ્નમાં ઇન્ડસ્ટ્રીઝના બહુ જ ઓછા લોકો શામેલ થયા હતા. જોનની પત્ની બહુ ઓછી કેમરાની સામે આવે છે, જોન અને પ્રિયા તેની મેરિડ લાઈફથી બેહદ ખુશ છે.

જોન અબ્રાહમે તેના ફેન્સને ટ્વીટ કરીને હેરાન કરી દીધા હતા, જોને 3 જાન્યુઆરી 2014ના સવારે ચાર વાગ્યેને ત્રણ મિનિટ પર નવા વર્ષની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, તમને અને તમારા પરિવારને વર્ષ 2014નું વર્ષ બહુ- બહુ મુબારક છે.

આ વર્ષ તમારી જિંદગીમાં પ્રેમ અને બહુ બધી ખુશી લઈને આવે. લવ જોન અને પ્રિયા અબ્રાહમ. આ બાદ જોનના ફેન્સને ખબર પડી હતી કે, જોન અને પ્રિયા રિલેશનશિપમાં છે.

પ્રિયા રૂંચાલ પહેલા એકટર જોન અબ્રાહમ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે લાંબા સમયસુધી રિલેશનશિપમાં રહ્યા હતા. જોને બિપાસા સાથે 9 વર્ષના સંબંધને તોડીને પ્રિયા સાથે લગ્ન કરી લીધા હતા.

પ્રિયા અને જોનની મુલાકાત બાંદ્રાના એક જીમમાં થઇ હતી. બંને એકબીજાને 1થી 2 વર્ષ સુધી ડેટ કર્યું હતું. પ્રિયા એક બૅન્કર છે.