હોળી પર મળવા આવેલી ડોક્ટર ગર્લફ્રેન્ડની બોયફ્રેન્ડ ઝૌહરે કરી દીધી હત્યા, મોઢા પર દેખાય છે શરમ? જાણો આખી મેટર

બોયફ્રેન્ડ ઝૌહરે ડેંટિસ્ટ સુમેધાને ધ્રુજાવી નાખે તેવું મૃત્યુ આપ્યું, હોળી મનાવવા બોયફ્રેન્ડ પાસે ગયેલી, જાણો આખી મેટર

છેલ્લા કેટલાક સમય પહેલા દિલ્લીનો શ્રદ્ધા હત્યાકાંડ ઘણો જ ચર્ચામાં હતો. શ્રદ્ધા વાલકર નામની યુવતિની તેના લિવ ઇન પાર્ટન આફતાબે હત્યા કરી દીધી હતી અને પછી તેની લાશના
ટુકડા કરી તેનો નિકાલ કર્યો હતો. ત્યારે આ મામલો સામે આવ્યા બાદ આવા બીજા પણ કેટલાક મામલા હત્યાના સામે આવ્યા હતા. ત્યારે હાલમાં જમ્મુ-કાશ્મીરમાંથી શ્રદ્ધા કેસ જેવો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જાનીપુર વિસ્તારમાં ગત રાત્રે ઝૌહર મહમૂદે મહિલા મિત્ર ડો.સુમેધાની છરી વડે હત્યા કરી હતી.

તેણે સુમેધાના પેટમાં ગંભીર ઘા કર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ત્યારપછી ઝૌહરે આ જ છરી વડે પોતાના પેટમાં ઘા કર્યો. જેને કારણે ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉ.સુમેધા જમ્મુના તાલાબ તિલ્લો ગોલ પુલીની રહેવાસી હતી. સુમેધાએ જમ્મુની ડેન્ટલ કોલેજમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) કર્યું છે. તે દિલ્હીથી માસ્ટર ઇન ડેન્ટલ સ્ટડીઝ (MDS) કરી રહી હતી. સુમેધા હોળીની રજાઓમાં ઘરે આવી હતી. ત્યારે 7 માર્ચના રોજ તે જાનીપુરમાં ઝૌહરના ઘરે ગઇ હતી.

આરોપીની ઓળખ ડોડા જિલ્લાના ભદ્રવાહ રહેવાસી ઝૌહર ગનઈના રૂપમાં થઇ છે. આરોપીનો પરિવાર હાલ પંપોશ કોલોનીમાં રહે છે. રીપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને બંને વચ્ચે બોલાચાલી થવા દરમિયાન ઝૌહરે સુમેધાની છરી વડે હત્યા કરી દીધી. આ પછી તેણે આ જ છરી વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા બાદ મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો અને આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ પણ નોંધ્યો છે.

હાલ તો એવું સામે આવ્યું છે કે ગુનો કરતા પહેલા આરોપીએ ફેસબુક પર લખ્યું હતું કે તે કોઈ અંગત કારણોસર જીવનનો અંત લાવવા જઈ રહ્યો છે. આના પર પોલીસ જાનીપુરમાં ઝૌહરના ઘરે ગઈ હતી પરંતુ ઘરનો ગેટ બહારથી બંધ હતો. કોઈ રીતે પોલીસ અંદર પ્રવેશી અને જોયું તો મહિલાનું શરીર લોહીથી લથપથ હતું જ્યારે આરોપીને પેટમાં ગંભીર ઈજાઓ હતી. પોલીસ બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. આ મામલામાં બજરંગ દળનો આરોપ છે કે હિન્દુ ડોક્ટરની હત્યા લવ જેહાદનો મામલો છે. જમ્મુ-કશ્મીર પોલીસે મામલાની તપાસ માટે SITની રચના કરી છે.

પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને આ મામલે વધુ માહિતી બહાર આવવાની બાકી છે. હાલ આરોપી અને મૃતક બંનેના સંબંધીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે ગયા વર્ષે મે મહિનામાં મુંબઈની રહેવાસી શ્રદ્ધા વાલકરની હત્યાનો ખુલાસો કર્યો હતો. આ કેસમાં યુવતીના બોયફ્રેન્ડ આફતાબની ધરપકડ કરવામાં આવી હતી. જેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા હતા. આ ટુકડાઓ ધીરે ધીરે આરોપીઓએ મહેરૌલી અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ફેંક્યા હતા. इस्तेमाल किया था.

Shah Jina