જો રૂટ બન્યો જાદુગર, મેદાનમાં લાઈવ મેચમાં કર્યો એવો જાદુ કે જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, વીડિયો થયો વાયરલ, જુઓ

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પણ દસ હજાર રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો. જો રૂટે બેટિંગ દરમિયાન કંઈક એવું કર્યું તે જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા રૂટનો એક વિચિત્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમામ ક્રિકેટ ચાહકો ચર્ચા કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું. આ વીડિયોમાં જો રૂટ સ્પષ્ટપણે બેટને કોઇપણ ટેકા વગર ઉભો રાખતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે પીચની બીજી બાજુ ઉભો છે અને બોલર બોલ ફેંકે તેની રાહ જોઈ રહ્યો છે.

આ દરમિયાન કેમેરામેને એક આશ્ચર્યજનક ઘટના રેકોર્ડ કરી. જેમાં સરળતાથી જોઈ શકાય છે કે જો રૂટ તેના બેટને કોઈપણ સપોર્ટ વિના અમ્પાયરની બરાબર બાજુમાં ઉભું રાખ્યું છે. હવે તે જાદુ છે કે બીજું, તમારે નક્કી કરવાનું છે. પરંતુ આ જો રૂટની એક કળા છે, જે રીતે કોઈ ફૂટબોલર કોઈ પણ ટેકા વિના પોતાના માથા પર ફૂટબોલને રાખી શકે છે, તેવી જ રીતે જો રૂટે બેટને રાખ્યું હતું.

હવે જો રૂટનો આ જાદુ જોઈને દર્શકો પણ હેરાન છે. વાયરલ વીડિયોને જોઈને ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે આ કેવો જાદુ છે જેના કારણે બેટને પકડ્યા વગર જ જમીન ઉપર અઘ્ધર ઉભું રહ્યું ? માત્ર થોડી જ સેકેંડના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં પણ તહેલકો મચાવી દીધો છે, ટ્વીટર યુઝર્સ પણ આ ઘટના જોઈને ખુબ જ હેરાન છે.

રુટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની ચોથી ઇનિંગમાં 115 રનની સદી દરમિયાન મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રૂટે ડેબ્યૂ કર્યા બાદ 10,000 રન પૂરા કરવામાં ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછો સમય લીધો છે. તેણે માત્ર નવ વર્ષ અને 171 દિવસમાં 10,000 રન બનાવ્યા. તેના પછી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકનો નંબર આવે છે. કૂકને આ સ્થાન પ્રાપ્ત કરવામાં 10 વર્ષ, 87 દિવસનો સમય લાગ્યો હતો.

Niraj Patel