અમેરિકાની ધરતી ઉપર પગ મુકતાની સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડને આપ્યું વેક્સિનને લઈને મોટું નિવેદન, મચી ગઈ હલચલ, જાણો શું કહ્યું

પીએમ મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસ ઉપર છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસ ઉપર ભારત સમેત દુનિયાના ઘણા બધા દેશોની નજર છે. આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને વેક્સિનને લઈને એક નિવેદન આપ્યું છે જેને લઈને ચર્ચાનો માહોલ પણ ગરમ થયો છે. પીએમ મોદી કમલા હેરિસ અને બાયડન સાથે મુલાકાત કરવાના છે ત્યારે બાયડન દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ચર્ચાનો વિષય પણ બન્યું છે.

બાઈડને જણાવ્યું હતું કે ક્વાડ પાર્ટનરશીપ અંતર્ગત 2022 સુધીમાં ભારત ઓછામાં ઓછી 100 કરોડ કોવિડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે અને આ કામ ટ્રેક ઉપર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ સમયે કોરોના વાયરસને હરાવવા માટે એક સાથે મળીને કામ કરવાથી વધારે જરૂરી બીજું કઈ નથી. જેના કારણે દુનિયા ભવિષ્યમાં આ મહામારીનો સામનો કરવા માટે બહુ જ સારી રીતે તૈયાર છે.

બાઈડને ડીઝીટલ માધ્યમ દ્વારા આયોજિત ગ્લોબલ સમિટ ટુ એન્ડ કોવિડ-19 સંમેલનમાં કહ્યું કે “ઉદાહરણ માટે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે અમારી ક્વાડ સાજેદારી 2022ના અંત સુધી વૈશ્વિક આપૂર્તિને વધારો આપવા માટે ભારતમાં ઓછામાં ઓછા 100 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અમે ટ્રેક ઉપર છીએ.”

ઉલ્લેખનીય છે કે ભારતમાં વેક્સિન પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે. ભારત અત્યારે દુનિયાભરમાં સૌથી વધારે વેક્સિન લગાવી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન પણ ભારતે ઘણા બધા દેશોની મદદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અમેરિકાની ધરતી ઉપર જેવો જ પ્રધાનમંત્રી મોદીએ પગ મુક્યો કે અમેરિકામાં રહેતા ભારતીય લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા, હાટમાં તિરંગો લઈને લોકોએ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ પણ ખુબ જ વધારે હતો, પીએમ મોદીએ પ્લેનમાંથી ઉતરી અને તેમનું અભિવાદન પણ કરી હતું અને તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા.

Niraj Patel