અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિકના ઘરે કોરોના મહામારી વચ્ચે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પ્રિયંકા ચોપરાની જેઠાણી અને જૉ જૉનસની પત્ની સોફી ટર્નરએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે.

22 જુલાઈના રોજ લૉસ એન્જેલિસની હોસ્પિટલમાં સોફીએ દીકરીને જન્મ આપ્યો હતો. જૉ અને સોફીએ આ ખુશખબર પોતાના ચાહકોને આપી છે. બંન્નેએ દીકરીનું નામ પણ રાખી દીધું છે. માતા-પિતાએ પોતાની ક્યૂટ દીકરીનું નામ વિલા(Willa) રાખ્યું છે.

જૉનસ પરિવારમાં આ નાનું મહેમના આવવાથી દરેક કોઈ ખુબ જ ખુશ છે, એવામાં નિક-પ્રિયંકા કાકા-કાકી બની ગયા છે. આજ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોફીએ ગર્ભવતી હોવાની જાણકારી પરિવાર અને ચાહકોને આપી હતી, જેના પછીથી ચાહકોની સાથે સાથે પરિવારને પણ નાનું મેહમાન આવવાની આતુરાથી રાહ હતી.

પ્રેગ્નેન્સી વખતે પણ સોફી પોતાની તસ્વીરો સોશિયલ એકાઉન્ટ પર શેર કરતી રહેતી હતી, જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

મળેલી જાણકારીના આધારે સોફી અને જૉ માતા-પિતા બનવાની તૈયારી ખુબ પહેલાથી જ કરી રહ્યા હતા, તેના માટે તેઓએ લૉસ એન્જેલિસમાં બેબી-ફ્રેન્ડલી ઘર પણ ખરીદ્યુ હતું. આ સિવાય કોવિડ-19 ની મહામારીને લીધે તેઓએ પરિવાર અને મિત્રોથી દુરી પણ બનાવી રાખી હતી.

તાજેતરમાં જ સોફી અને જૉ એ પોતાની લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, સોફી હાલ માત્ર 24 વર્ષની જ છે.

જણાવી દઈએ કે સોફી ગેમ ઓફ થ્રોન્સની જાણીતી અભિનેત્રી છે. બંને એ વર્ષ 2016 માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2017 માં સાગાઇની ઘોષણા કરીને દરેકને સરપ્રાઈઝ આપ્યું હતું.બંને એ આગળના વર્ષે જૂન મહિનામાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. સોફી અને પ્રિયંકા વચ્ચેની બોન્ડિંગ પણ ખુબ જ સારી છે,બને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે.

દેરાણી-જેઠાણી ઘણીવાર પરિવાર સાથે વેકેશન પર પણ જાય છે. જો કે સોફી પ્રિયંકાની જેઠાણી છે પણ ઉંમરમાં તે પ્રિયંકા કરતા 14 વર્ષ નાની છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.