પોલીસની આંખોમાં ધૂળ નાખીને આસારામને મળવા હોસ્પિટલમાં પહોંચી ગઈ યુવતી, પકડાઈ જતા કહ્યું……

આ કોણ છોકરી આસારામને મળવા માટે ચુપચાપ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ? જુઓ

શોષણના આરોપોમાં છેલ્લા કેટલાય સમયથી જેલમાં બંધ આસારામ બાપુની એક મહત્વની ખબર સામે આવી રહી છે. આસારામ જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલના સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ પુન સીસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

Image Source

આસારામને એન્જીયોગ્રાફી કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવશે. આ બધા વચ્ચે જ આંખોમાં ધૂળ નાખીને આસારામના આ મામલામાં આરોપી રહેલી યુવતી સીસીયુ સેન્ટરની બહાર સુધી પહોંચી ગઈ. જેની અધિકારીઓ અને સિપાઈઓને ખબર પણ ના પડી.

Image Source

આ યુવતી ઉપર મીડિયાની નજર પડતા પહેલા તો યુવતીએ આનાકાની કરી, પરંતુ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે આસારામ અમારા દાદાની ઉંમરના છે. તે આ પ્રકારનું કોઈ કામ ના કરી શકે. પરંતુ તેમના ઉપર કોઈને દયા નથી આવી રહી. તેમની ઉપર લાગેલા બધા જ આરોપો નિરાધાર છે. તેમના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરું છું.

Image Source

તો આસારામના સ્વાસ્થ્યને લઈને મળતી જાણકારી આપતા મથુરા દાસ માથુર હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર એમકે આસેરીએ જણાવ્યું હતું કે અત્યારસુધી આસારામ બાપુની જે પણ તપાસ કરવામાં આવી છે તે નોર્મલ છે અને હવે સોનોગ્રાફી કરવામાં આવી છે. સોનીગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની સલાહ લીધા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. સારવાર માટે આસારામની સહમતી બાદ સારવાર આપવામાં આવશે.

Niraj Patel