પતિ અને પત્નીના લગ્ન પછી બનાવેલ બોડીની તસ્વીરો જોઈને તમારી તો આંખો ખુલ્લી જ રહી જશે- જુઓ PHOTOS

0

મોટાપો એ ના ખાલી તમારા શરીરને બીમાર કરે છે. પણ તે તમારા શરીરમાં અને તમારા જીવનમાં બ્રેક પણ લગાવી દે છે. ક્યારેક સાંધામાં દુખાવો, ક્યારેક અપચો, ચાલવામાં મુશ્કેલી, ક્યારેય ઊભા રહી શકતા નથી અને એસ્થૂળતા ધીમે ધીમે જીવનને સાવ સ્ટોપ જ કરી દે છે. પરંતુ આ મોટાપાને આવજો કહીને ફરીથી જીંદગીની રાહ પર ચાલવું જોઈએ. જોધપુરની આ જોડીએ પોતાની જિંદગીને વેગ આપવા માટે આશ્ચર્યકારક કામ કર્યું છે. રાજસ્થાનના રાજસ્થાન, જોધપુરમાં મારવાડી દંપતીએ સ્થૂળતા ઘટાડીને જોરદાર ટ્રાન્ફોર્મેશન કરીને બતાવ્યું છે કે તમે પણ જોશો તો આશ્ચર્યમાં મુકાઇ જશો.

આદિત્ય શર્મા (40) એ 72 કિગ્રા વજન અને તેની પત્ની ગાયત્રી શર્માનું વજન 62 કિલો હતું. હવે ગાયત્રીનો વજન 10 કિલોથી ઘટી ગયુ છે અને આદિત્ય શર્માના સિક્સ પૈક એબ્સ પણ થઈ ગયા છે.  આદિત્યએ 6 મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું છે.

Image Source

રાજસ્થાનમાં બનાવવામાં આવતા ઘી અને તેલમાં ડૂબાડીને તૈયાર કરવામાં આવતી વાનગીઓની દરેકને ખબર છે. સ્થૂજેમકે દાળ બાટી ચુર્મા, કચોરી, ધેવર, ગાંઠિયા, અને દાળ બાફલો જેવી પ્રસિદ્ધ વાનગી સ્થૂળતા વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. પરંતુ આ દંપતિએ આ હેલ્ધી વાનગીઓમાંદૂર રહીને ઘણું વજન ઘટાડયું છે. આ વજન તેને કોઈ કોચ પાસેથી નહિ, પરંતુ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ઘટાડ્યું હતું. જાણીને નવાઈ લાગીને પરંતુ બિલકુલ સાચું છે.

વોટ્સઅપ  પર ફિટનેસ એડવાઇઝના ગ્રુપનો હિસ્સો બન્યા હતા. તેને વજન ઘટાડવાનું એટલું જનુન ચડ્યું હતું કે વજન ઘટાડતા-ઘટાડતા ખુદ જ હવે ફિટનેસ કોચ બની ગયા છે.  બંનેએ ખુદનું જોધપુરમાં જિમ ખોલીને કમાણી કરી રહ્યા છે.

Image Source

આદિત્યએ અખબારને જણવ્યું હતું કે, 2015માં વેઇટલોસ જર્ની શરૂ કરી હતી. સાચી માહિતી મળ્યા બાદ બન્નેએ જિમમાં જવાનું ચાલુ કર્યું હતું. દરરોજ દોઢ થી બે કલાક જીમમાં પસીનો વહેડાવતાં હતા. વજન ઉઠવાથી એબ્સ બનવાનું શરૂ થઇ જાય છે. અને જેમ-જેમ ફેટ લોસ થાય છે તેમ તેમ મસલ્સ ડેવલપ થાય છે. સાથે જ સ્ટેમિના વધે છે. વજન ઘટાડવા માટે કાર્ડિયોની બદલે વેટ ટ્રેનિંગની સલાહ આપે છે.

આદિત્યએ જીમની એક્સરસાઈઝબાબતે જણાવ્યું હતું કે, એક દિવસમાં 2 બોડી પાર્ટની એક્સરસાઇઝ કરવામાં આવે છે. પહેલા દિવસે બેક બાયસેપ, બીજા દિવસે ચેસ્ટ ટ્રાઈસેપ અને ત્રીજા દિવસે સોલ્ડર સાથે જ કંપાઉન્ડ લિફ્ટ, સ્કાટ્સ, ડેડ લિફ્ટ પણ કરાવતા હતા. અઠવાડીયામાં એક દિવસ બોડીને આરામ પણ આપવામ આવતો હતો.  વજન ઘટાડવા માટે માટે ઓછ વજનથી એક્સરસાઇઝ ચાલુ કરી હતી. બાદમાં તે ક્ષમતા વધી ગઈ હતી. હવે હું 80 કિલો સુધી વજન ઊંચકી શકું છું.

Image Source

સાથે જ ડાયેટ પ્લાન વિષે પણ કહ્યું હતું. બ્રેકફાસ્ટમાં સોયાચન્ક્સ અને ભાતને સાથે ઉકાળીને ખાતા હતા. લંચમાં પાલક પનીર અને દહીં જમતા હતા. દરરોજ પાલક અને પનીરની અલગ-અલગ ડીશ બનાવતા હતા. પરંતુ લંચમાં એજ ખાતે હતા. ડિનરમાં સોયા ચંકસ અને ભાટ સાથે સલાડ ખાતા હતા. તેઓએ છેલ્લા 3 વર્ષથી રોટલી નથી ખાધી. તેના બોડીને શૂટ નથી થતી. પરંતુ જે લોકોને રોટલી ખાવી હોય તે રોટલી ખાઈ શકે છે.

પ્રોટીન માટે  બને ટાઇલ એક-એક સ્કૂપ પ્રોટીન પાવડરને પાણી સાથે ભેળવીને લેતા હતા. આદિત્યના કહેવા મુજબ પ્રોટીન બોડી માટે સૌથી જરૂરી છે. જેટલું વજન હોય તેનાથી બેગણું પ્રોટીન હોવું જોઈએ. જિમ જતા પહેલા તેઓ ફક્ત બ્લેક ટી જ પીવે છે.

Image Source

વજન વધારવું ખૂબ જ આસાન છે પરંતુ વજનને ઘટાડી પાતળા થવું સહેલું તો નથી જ. પરંતુ આ દંપતીએ સખત મહેનત કરી એમનું મેદસ્વીપણું દૂર કર્યું અને હંમેશાં તંદુરસ્ત જીવનશૈલી પસંદ કર્યું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here