રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બંધ આસારામની તબિયત બગાડી, તેમનું સ્વાસ્થ્ય લથડવાના કારણે તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. આસારામ કોરોના સંક્રમિત છે. ત્રણ દિવસ પહેલા જ તેમનામાં કોરોના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બુધવાર સાંજે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
80 વર્ષની ઉંમરમાં આસારામે બેચેનીની ફરિયાદ કરી હતી. આસારામના કોરોના લક્ષણોમાં વધારો થતો કે શ્વાસ સંબંધી તકલીફ થાય એ પહેલા જેલ પ્રસાશન દ્વારા આસારામને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળીને તેમના ઘણા સમર્થકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
આ પહેલીવાર નથી જયારે આસારામને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની તબિયત ખરાબ થવાની ફરિયાદ થતા તેમને મહાત્મા ગાંધી વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં પણ આસારામને બેચેનીની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આસુમલ થાઉમલ હરપલાની ઉર્ફે આસારામબાપુ ઉપર વર્ષ 2013માં બળાત્કારનો આરોપ લાગ્યો હતો. તેમના ઉપર નરબલી અને હત્યા જેવા પણ આરોપો છે. એક સમય એવો પણ હતો જયારે આસારામનું પ્રવચન સાંભળવા લાખોની ભીડ ભેગી થતી હતી.