જ્યોતિષ શાસ્ત્ર

જો તમે ખરાબ નજરના વારંવાર ભોગ બનતા હોય તો અજમાવો આ જાદુઈ ઉપાય, વાંચો માહિતી

માણસે તેની જિંદગીમાં ઘણી વાર ખરાબ નજરનો ભોગ તો બન્યા હોય છે. અથવા તો કયારેક ખરાબ નજરે લાગી એવું તો સાંભળ્યું જ હશે. ઘણા પ્રયાસો છતાં પણ લોકોને ખરાબ નજર લાગી જાય છે. કોઈને તબિયત, ધંધા, કરિયર અને પૈસામાં ખરાબ નજર લાગી જાય છે. સાથે જ હસતા- રમતા સંબંધોને, પ્રેમ સંબંધને પણ ખરાબ નજર લાગી જાય છે. ખરાબ નજરનો સૌથી વધુ ભોગ નાના બાળકો બનતા હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વરાહ સંહિતા ગ્રંથ વિચારમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સિવાય જ્યોતિષ શાસ્ત્રના અન્ય ગ્રંથમાં રાહુ અને ચંદ્રમાંના અશુભ અસરથી નજર લાગવાનું બતાવવામાં આવ્યું છે. જર્ની કુંડળીમાં ચંદ્રમા અને રાહુ પીડિત હોય છે. તે લોકો નજર દોષની સમસ્યાથી પરેશાન છે. આ સિવાય ઘણા વ્યક્તિની રાશિ, નક્ષત્ર સ્વામી અથવા ક્રૂર ગ્રહ બળી અને પાપ ગ્રહોનો પ્રભાવ હોય તેવા માણસની વાણી નજર અને મનમાં ભાવોમાં દોષ પેદા થાય છે.

Image Source

ખરાબ નજરે એક એવો દોષ છે કે વ્યક્તિના જીવનમાં ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. જે લોકો પર ખરાબ નજરની અસર થતી હોય છે તે વ્યક્તિના કામ બગડવા લાગે છે. મહેનત કર્યા બાદ કામકાજમાં સફળતા નથી મળતી. ધંધામાં વારંવાર ખોટ આવે છે. તેના કારણે તબિયત પર પણ અસર થાય છે. ખરાબ નજરથી કામયાબ માણસને માણસ રસ્તા પર લાવી દે છે.જો તમને ક્યારે પણ એવું મહેસુસ થાય કે તમારા કામ નથી થતા અથવા કામ ઓછા પ્રમાણમાં થાય છે. ક્યાંકને ક્યાંક એની પાછળ ખરાબ નજરે પણ હોય શકે છે.

બાળકોને નજરે લાગશે
જ્યારે નાનું બાળક સુસ્ત થઇ ગયું હોય અને દૂધ ના પીતું હોય ત્યારે બાળકના માથા પરથી ત્રણવાર દૂધ ઉતારી તે દૂધ કૂતરાને પીવડાવી દેવાથી ફાયદો થાય છે. આ પ્રયોગથી નજરનો દોષ ઉતરી જશે. જયારે તમને કોઈ મહિલા કે પુરુષ પર શંકા હોય તો તેના કારણે જ તમારા બાળકને નજર લાગી છે તો તેના હાથ તમારા બાળકના માથા ફેરવી દેવાથી બાળક પર પડેલી નજર ઉતરી જશે.

Image Source

વેપારમાં અચાનક નુકસાન
જો તમારા વેપારમાં અચાનક મંદી આવી જાય અથવા કોઈ કામ પૂર્ણ ના થાય અને લાખ પ્રયત્ન કરવા છતાં પરિસ્થિતિ નિયઁત્રણમાં ના આવે તો લીંબુ મરચા સરળ ઉપાય છે. લીંબુ મરચા તમે દુકાનના કોઈ પણ ખૂણામાં બાંધી દેવાથી ફક્ત ખરાબ નજરથી જ નહિ પરંતુ વાસ્તુશાસ્ત્રના દોષથી પણ બચી શકો છો.લીંબુ મરચા ફક્ત મંગળવાર અને શનિવારે જ લગાવવાના જ રહેશે. પ્લાસ્ટિકના લીંબુ મરચા ક્યારે પણ ના ટીંગાડો. સાથે જ સુકાઈ ગયેલા લીંબુ મરચાને પણ તુરંત જ બદલી નાખો.

ઘર પર પડેલી ખરાબ નજરે
જો તમને ઘરમાં આવ્યા બાદ ભારે-ભારે મેહસૂસ થતું હોય તો અને ઘરમાં કોઈને કોઈ પરેશાનીઓ એક બાદ એક આવતી હોય તો સંભાવના છે કે તમારા ઘર પર ખરાબ નજરે લાગી છે. ખરાબ નજર અળગી હોય એવું અહેસાસ થાય ત્યારે ઘરની બહાર કાળા કપડામાં નારિયેળ બાંધીને બહાર લટકાવી દયો. આ ઉપાય અજમાવાથી ખરાબ નજરની સમસ્યા દૂર થઇ જશે. જો તમે શરૂઆતથી જ તમારા ઘરને ખરાબ નજરથી બચવા માંગતા હોય તો કાળા દોરામાં પીળી કોળી બાંધી ઘરની બહાર ઉપરની બાજુ લટકાવી દેવાથી લાભ થાય છે.

Image Source

ઘરમાં કમાનાર વ્યક્તિને લાગી જાય નજર

ઘરના કોઈ મોટા મહિલા કે પુરુષ સદસ્યને નજર લાગી જાય તો તે બહુ જ કમજોર મહેસુસ કરવા લાગે છે. સાથે ઘણી સમસ્યા આવવા લાગે છે. તેવામાં આ સદસ્યને પહેલા સુવડાવી ત્યારબાદ ફટકડીના ટુકડા માથાથી પગ સુધી સાત વાર ઉતારો. પ્રક્રિયા દરમિયાન માથાથી પગ સુધી લઈ જય પગના તળિયે અડાડો. સાત વાર આવું કર્યા બાદ ફટકડીને ગોબર ઉપર કે કાગળના ટુકડામાં રાખી સળગાવી દયો. ફટકડીના બળવા સાથે ખરાબ નજર પણ ઉતરી જશે. તમે ફટકડીના સ્થાને રાઈ અને મરચા ને પણ સાત વાર ઉતારીને સળગાવવાથી પણ લાભ થશે.

Image Source

ભોજન પર લાગેલી નજર
જો તમારા પરિવારન કોઈ સદસ્યના ભોજન પૂર્વ નજર લાગે ત્યારે તે વ્યક્તિની પીરસેલી થાળીમાંથી થોડું થોડું પાંદડા પર કાઢી લો. ત્યાર બાદ આ પાંદડા પર રાખેલા ભોજન પર ગુલાલ છાંટી ચાર રસ્તા પર મૂકી આવો. આ પાતાળ રાખ્યા બાદ ક્યારે પણ પાછું ફરીને ના જુઓ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks