દરેક વ્યક્તિને ગુસ્સો આવે છે. જ્યારે કોઈ આપણી વાત ન માને ત્યારે પણ ગુસ્સો આવે. જ્યારે કોઈ કામ આપણીઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે ગુસ્સો આવે. જ્યારે કોઈ નુકશાન થયા ત્યારે ગુસ્સો આવે છે. આવે બીજા કેટલાક હજારો-લાખો કારણ છે જેના લીધે વ્યક્તિને ગુસ્સો આવે છે. કેટલીક વખત ગુસ્સાના કારણે આપણને નુકશાન થાય છે. ગુસ્સાના કારણે કેટલીક વખત મોટી તકલીફમાં પણ પડી જવાય છે.

શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે કામ, મદ, લોભ, મોહની સાથે ગુસ્સાથી દૂર રહેવું જોઈએ. વ્યાજબી વાત પર ગુસ્સો આવે તો ઠીક છે પણ અમુક લોકોને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે. જો તમને વગર કારણે ગુસ્સો આવતો હોય અને તમે તેને નિયંત્રણ ન કરી શકતા હોય તો કેટલાક ઉપાયો છે જેનાથી તમે તમારો ગુસ્સો નિયંત્રિત કરી શકશો. ધ્યાન રાખજો કે કામ તમે ગુસ્સામાં કરશો તેના કરતા સારું મૃદુ વ્યવહાર અને મીઠું બોલીને સારી રીતે કરો. ગુસ્સાથી તમને જ નુકશાન થાય છે.
ગુસ્સાને નિયંત્રણ કરવાના ઉપાયો:-
ચાંદીનું કળું હાથમાં પહેરવું –
જો પરિવારમાં કોઈ તમારી વાત નથી માનતું ત્યારે તમને ગુસ્સો આવે છે, અથવા ઓફિસમાં કોઈ અધિકારી તમારી વાત નથી માનતા ત્યારે ગુસ્સો આવે છે, તો તમારે ચાંદીનું કળું હાથમાં પહેરવું જોઈએ. તમારા પર્સમાં ચાંદી પર ચંદ્ર યંત્ર બનાવડાવીને રાખી શકો છે. આવું કરવાથી બધા તમારી વાત સાંભળવા લાગશે. તેનાથી તમારો ગુસ્સો પણ ઓછો થશે.
ગણેશજીનું લાલ રત્નનું પેન્ડલ પહેરવું –

કોઈ પણ વ્યક્તિને વધારે ગુસ્સે ત્યારે આવે, જ્યારે તેમની જન્મકુંડળીમાં મંગળ અને ચંદ્રનું તાલમેલ સરખું ના હોય. વ્યક્તિની કુંડળીમાં મંગળ ઉગ્ર હોય તો તે વ્યક્તિ ગુસ્સાવાળા સ્વભાવનો હોય છે. જો લગ્ન સ્થાન પર મંગળ હોય તો વ્યક્તિને ગુસ્સો આવે ત્યારે તેના પરિણામ વિષે વિચારતો નથી. આ માટે મંગળને શાંત કરવો ખુબ જ જરૂરી છે. આ માટે ગળામાં ગણેશજીનું લાલ રત્નનું પેન્ડલ પહેરવું જોઈએ. આવું કરવાથી મંગળ શાંત થશે અને ગુસ્સાથી તમને કોઈ પણ નુકશાન નહીં થાય.
સ્ફટીકની માળા –

ગુસ્સાવાળા સ્વભાવને સુધારવા માટે ગણેશજીની નિયમિત પૂજા કરવી જોઈએ. જો સમય મળે તો ગણપતિ અથર્વશીર્ષના પાઠ નિયમિત કરવા. સ્ફટિકની માળાથી ‘ૐ ગં ગણપતયે નમઃ’ માત્રના જાપ કરવાથી મગજ શાંત થશે અને તમને વગર કારણે ગુસ્સો નહિ આવે.
ભોજનમાં દહીંનો નિયમિત ઉપયોગ કરવો –

દહીંમાં સાકર નાખી ખાવાથી અથવા માવાની મીઠાઈ ખાવાથી ચંદ્ર દોષ ઓછો થાય છે. આવું કરવાથી માનસિક સ્થિતિ મજબૂત થાય છે અને ગુસ્સો ઓછો આવે છે.
મોતી પહેરવો –

મોટી પહેરવાથી ભાવનાત્મક સ્થિરતા, માનસિક અને સ્વભાવ શાંત થાય છે. મોતીથી માનસિક શાંતિ, યાદ શક્તિમાં વધારો થાય છે. મોતી અનિંદ્રા, ગાળું અને આંખને અને હૃદયને લગતી તકલીફોમાં મદદ કરે છે. પ્રેમ, સંબંધોમાં, સુખી લગ્ન જીવન માટે મોતી ઉપયોગી છે. મોતી પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત કરે છે. આવું માનવામાં આવે છે કે લગ્નના દિવસે મોતી પહેરવાથી આત્માવિશ્વાસમાં વધારો થયા છે અને હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. મોતી આપણા જીવનમાં જીવનમાં ધન, પ્રસિદ્ધિ, સૌભાગ્ય, વિલાસિતા લાવે છે. મોતી ગુસ્સો, તનાવ, માનસિક તનાવને શાંત કરવામાં મદદ કરે છે. ચીડચીડિયા સ્વભાવવાળા વ્યક્તિને આ મોતી પહેરવાની સલાહ આવે છે. મોતી ચંદ્રના ખરાબ પ્રભાવને પણ દૂર કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks