જાણવા જેવું હેલ્થ

જો મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ 6 અસરદાર ઉપાય

યાત્રા કરવી દરેકને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવા ઘણા લોકો છે, ચાહે એ મહિલાઓ હોય કે પુરુષ, તેમને યાત્રા પ્રવાસ દરમ્યાન ઉલ્ટી થવાની સમસ્યાઓ થાય છે. એવામાં તેઓ લાંબી મુસાફરી નથી કરી શકતા. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો કે તમે નોંધ્યું હશે કે ટ્રેનમાં મુસાફરી કરવાવાળા લોકો કરતા બસ કે કારમાં મુસાફરી કરવાવાળા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

Image Source

વધુ સમય સુધી કાર કે બસમાં બેસી રહેવાને કારણે વ્યક્તિનું દિલ મચલી જાય છે, આ જ કારણે તેમને ઉલ્ટી આવે છે. જો તમને પણ યાત્રા દરમ્યાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો.

1. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે, જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવીતકલીફો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ.

Image Source

2. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે.

3. આવા સમયે ઉલ્ટીથી બચવા માટે લવિંગનું સેવન પણ લાભદાઈ છે. તેના માટે યાત્રા પર નીકળતા પહેલા લવિંગને હલકું શેકીને ક્રશ કરી લો અને એક ડબ્બામાં બંદ કરી લો. પછી જ્યારે સફર દરમિયાન ઉલટી મહેસુસ થાય તો ચપટી માત્રામાં આ લવિંગનાં પાઉડરને લઈને કાળા નિમક સાથે ખાઓ. ઉલટીની સમસ્યા દુર થઇ જાશે.

4. ઉલ્ટીની સાથે ઘણા લોકોને યાત્રા દરમિયાન ચક્કર આવવાની સમસ્યા પણ થતી હોય છે. જો તમને પણ સફર દરમ્યાન આવું થાય છે તો તેના માટે લીંબુની એક સ્લાઈસ, કાળું નિમકની સાથે ચાવો. તેનાથી તમને તરત જ સારું ફિલ થવા લાગશે અને ચક્કર આવવા ઘણા હદ સુધી ઓછુ થઇ જાશે.

Image Source

5. ચા પણ ઘણા હદ સુધી સફરમાં રાહત આપી શકે છે. જ્યારે મન બેચેન લાગે ત્યારે આદુંવાળી ચા પીઓ. સાથે જ માત્ર આદુંનું સેવન પણ સફર દરમિયાન રાહત આપી શકે છે.

6. સાથે જ યાત્રા દરમિયાન ચોકલેટ ખાવી ખુબ ફાયદામાં રહે છે. સફર દરમિયાન હંમેશા પોતાની પાસે અમુક માત્રામાં ચોકલેટ રાખો, અને મુડ ઓફ હોય ત્યારે તેને ચાવતા રહો જેનાથી તમને સારું ફિલ થવા લાગશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.