‘ડુંગળી અને લસણ’ જ્યારે પણ આ નામ લેવામાં આવે ત્યારે મોટાભાગે લોકો તેની સુગંધને યાદ કરીને પોતાનું નાકચડાવવા લાગે છે. જ્યારે અમુક મહાનુભવો એવા પણ હોય છે જેઓનું જીવન ડુંગળી અને લસણ વગર અધૂરું હોય છે. જો કોઈ દિવસ તેઓને ડુંગળી-લસણ વગર બનાવેલું શાક પીરસી દેવામાં આવે તો તે દિવસે ઘરમાં એવું કલેશ હોય છે, તે તો તેની પત્નીઓ જ જાણતી હોય છે.
પરંતુ ડુંગળી કાપવી એક ખૂબ જ મુશ્કેલ કામ છે પરંતુ આ એક મુશ્કેલી સિવાય ડુંગળી સ્વાસ્થ્ય અને સુંદરતાનો ખજાનો છે. ડુંગળીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે. આ સિવાય એમાં એન્ટી-એલર્જિક, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સીનોજેનિક ગુણ પણ હોય છે.

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદું જેવી વસ્તુઓ દાળ-સબ્જીને સ્વાદિષ્ટ બનાવા માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તેના સિવાય પણ ડુંગળીના ઘણા એવા ઉપીયોગ છે જેનાથી તમે અકેદમ અપરીચિત છો.
‘An apple in a day keeps doctor away’ વાળી થિયરી તો તમે વાંચી જ હશે. પણ ખુબ જલ્દી જ આ થિયરી બદલવાની છે. તે દિવસ દુર નથી જ્યારે લોકો કહેવા લાગશે કે ‘An onion in a day keeps doctor away.’
1. જીવડું કરડવા પર:
સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે. પણ આ વાત એકદમ સાચી છે કે નાના-મોટા જીવડા કરડવા પર તે હિસ્સામાં તરત જ ડુંગળીને રગડો. અમુક જ સમયમાં આરામ જોવા મળશે.

2. દાઝયા પર:
ડુંગળીને એક દર્દ નિવારણ ઔષધી પણ માનવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે, માટે જ્યારે પણ તમે કોઈ દાઝયા પર લગાવશો તો તમને તરત જ ઠંડક મળશે.
3. ફાંસ લાગવા પર:
જો તમારા હાથોમાં કોઈ કારણને લીધે લાકડાની ફાંસ અટકી જાય તો તે હિસ્સામાં 40 મિનીટ સુધી ડુંગળીને રગડો. ફાંસ પોતાની જાતે જ બહાર આવી જશે.
4. પીરીયડ્સ દરમ્યાન:
પીરીયડ્સના સમયે અને બીજા દિવસે મહિલાઓને પેટમાં અને કમર પર કેટલું દર્દ હોય છે એ સમજવું તો મુશ્કિલ જ નહિ પણ નામુમકીન છે. પણ જો આ દિવસોમાં મહિલાઓ ખાવામાં ડુંગળીનો ઉપીયોગ કરે તો તમે આ દર્દથી છુટકારો મેળવી શકો છો.

5. છાલાઓ પર:
જો તમારા પગમાં છાલા પડી ગયા છે, અને જો તેના લીધે ચાલવા-ફરવામાં દિક્કત આવતી હોય તો છાલાનાં સ્થાન પર ડુંગળીનો રસ લગાવો. આવું 5 દિવસ સુધી કરવાથી છાલા ગાયબ થઇ જશે.
6. તાવ આવવા પર:
જો તમે લગાતાર તાવ આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા પગના મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું જોઈએ. ડુંગળી તમારા શરીરનાં તાપને કમ કરી શકે છે. 10 થી 12 કલાકમાં તાવ બંધ થઇ જશે.
7. ઉલ્ટી આવવા પર:
જો તમારું પાચનતંત્ર કમજોર છે તો તમે વારંવાર ઉલ્ટી-દસ્ત જેવી બીમારીથી પરેશાન રહો છો તો અઠવાડિયામાં બે દિવસ ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ.
8. ખીલ પર:
આજકાલની યુવા પેઢીની ખાનપાનને લીધે ખીલ થવા જેવી પરેશાનીઓ સામાન્ય બની ચુકી છે. તેનાથી બચવા માટે પાણીમાં ડુંગળીનો રસ ઉમેરીને તેનાથી ચહેરો ધોવાનો શરુ કરી દો. એક અઠવાડિયામાં ફર્ક દેખાવો શરુ થઇ જશે.

9. સાંધાઓના દર્દ:
ઘરના વડીલોને સાંધાઓનો દુખાવો થવો એક સામાન્ય વાત છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરસવના તેલમાં ડુંગળીનો રસ ઉમેરીને માલીશ કરવાથી આરામ મળી શકે છે.
10. ઇન્સ્યુલીન બનાવામાં સહાયક:
ઘણા લોકો મોની દુર્ગંધને લીધે કાચી ડુંગળી ખાવાનું ટાળતા હોય છે. પણ કાચી ડુંગળી ખાવાનાં પણ ઘણા ફાયદા છે. ખાસ કરીને જે લોકો ડાયાબીટીસના શિકાર છે. તેઓએ જાણી લેવું જોઈએ કે કાચી ડુંગળી ખાવાથી ઇન્સ્યુલીન બને છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદેમંદ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks