દોસ્તો શું તમને ખબર છે કે સારી જિંદગી માટે શું જરુરી છે? બેલેન્સ ડાયટ. લોકો સતત પ્રયત્ન કરતા રહે છે કે તેને એવું જમે કે તેના શરીર માટે ફાયદાકારક હોય. પરંતુ લોકો તેના ખાવા માટે બહુ સાવધાની રાખતા નથી. પરંતુ જો લોકો સાવધાનીની સાથે સાથે શાસ્ત્રોમાં પણ કહેલી વાતમાં માનીએ તો ક્યારેય પણ નુકસાન નહીં થાય. જેવી રીતે પૂજા-પાઠ કરવાઈ દિશા નક્કી કરેલી છે. તેવી જરીતે જમવાની પણ દિશા નક્કી કરેલી છે.

આજે અમે તમને જણાવીશું કે જમવા માટે ક્યાં દિશામાં બેસવું જોઈએ. સાથે જ કેવી રીતે કેવી રીતે જમવાનું બનાવવાનું અને જમવાનું બનાવ્યા પહેલા શું ધ્યાન રાખવું.
હંમેશા પર્વ અને ઉત્તર દિશામાં જ મોઢું રાખીને બેસવું. આવું કરવાથી શરીરને તાકાત મળે છે. પરંતુ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ક્યારે પણ મોઢું રાખીને ના જમવું. દક્ષિણ દિશામાં મોઢું રાખીને જમવાથી અશુભ માનવામાં આવે છે જયારે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખવાથી બીમારીનો ભોગ બની શકાય છે.

રસોઈ બનાવવાના વાસણ હંમેશા ચોખ્ખા હોવા જોઈએ. સાથે જ રસોઈ બનાવવાની જગ્યા સાફ હોવી જોઈએ. અને તૂટેલા ફૂટેલા વાસણમાં જમવાનું બનાવવાનું નહીં અને જમવું પણ ના જોઈએ.
હંમેશા બેસીને જ જમવું જોઈએ. બેસીને જમવાથી એસીડીટી જેવી બીમારી નથી થતી.
ક્યારે પણ પલંગ ઉપર કે હાથમાં લઈએ જમવું ના જોઈએ. હંમેશા જમીન પર બેસી થાળીને લાકડાના પાટલા પર રાખીને જમવું જોઈએ.

રસોઈ બનાવતી વખતે ક્યારે ઓન કોઈના વિષે ખરાબ બોલવું ના જોઈએ કે વિચારવું ના જોઈએ. તેનાથી રસોઈના સ્વાદમાં ફેર પડી જાય છે.
હંમેશા રસોઈ શાંત ચિતે જ બનાવવી જોઈએ તેથી ઘરમાં કોઈ અનાજની કમી નથી થતી.
વધેલા જમવાને કુતરા ગાય અને કાગડાને આપી દેવું જોઈએ. ક્યારે ઓન જમવાનું ફેંકવું નહીં.

જમતા સમયે બધા પ્રકારના ગેજેટનો ઉપયોગ ટાળવો જોઈએ. જમતી સમયે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી મોટાપાની સમશ્યા રહે છે.
આજકાલ લોકો ચમચીથી જમે છે. પરંતુ હાથથી જમવાથી તેના સ્વાદમાં ફેર પડી જાય છે. ભોજન કરતી વખતે બધી ઇન્દ્રિય કેન્દ્રિત થતી હોય ભોજન આસાનીથી પછીજય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks