લેખકની કલમે

હું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ ગયું અને…

જીવનમાં સફળ થવા માટે સાચા જીવનસાથીની જરૂરિયાત અનિવાર્ય છે ! વાંચો આ વેલેન્ટાઈન પર એવી પ્રેરણાત્મક પ્રેમકથા કે આપના પ્રેમને સાર્થક કરશે !

મૃણાલિ : એક અલગ વ્યક્તિત્વ !

મેં ડ્રાઇવરને કહ્યુ, ચીમનભાઈ કાર ચાલુ કરો, સમય થઈ ગયો છે. કારમાં હું મારી ઓફીસે જવા નીકળ્યો અને રસ્તામાં એક યુવાન છોકરીને મેં ભીખ માંગતા જોઈ ! ઉંમરમાં કંઈક ચોવીસ વર્ષની હશે અને દેખાવમાં પણ સારા ઘરની લાગતી હતી ! મારા મનમાં ઘણા સવાલ ઉદ્દભવ્યા કે એ છોકરી ભીખ શા માટે માંગતી હશે ? એ છોકરીએ જીન્સ અને ટી શર્ટ પહેરેલા હતાં અને એ ભીખ માંગતી હતી ! હું ઉતરીને ત્યાં એને પૂછવા જઉં એ પહેલા સિગ્નલ ગ્રીન થઈ ગયો. હું એક જર્નલિસ્ટ છું અને મને મારે કોઈ આવી જ અજીબ સ્ટોરીની જરૂર હતી ! હું ઓફીસે પહોંચ્યો અને બે મીંટિંગ કમ્પ્લેટ કરીને હું મારી કેબિનમાં બેઠો ! મેં બેલ વગાડી અને ઓફીસબોયને કહ્યુ, દીપ્તિને બોલાવજો ! ઓકે સર કહીને એ દીપ્તિને બોલાવવા ગયો. પાંચ મિનિટમાં દીપ્તિ આવી અને બોલી, સર તમે મને બોલાવી ? મેં કહ્યુ, હા આવ અહીં બેસ ! એ બેઠી અને મેં કહ્યુ, દીપ્તિ મેં આજે એક કોલેજીયન છોકરીને ચાર રસ્તે ભીખ માંગતા જોઈ ! તો મારે તારી પાસેથી એ જાણવું છે કે તને કોઈ આવા ગ્રુપ વિશે કંઈ ખબર છે ? દીપ્તિએ કહ્યુ, સર એમાં એવું છે કે આવા કામ કોઈ એનજીઓ દ્વારા થતાં હોય છે અને કોઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને થાય છે. તો આપને હું પાંચથી છ એનજીઓની લીસ્ટ આપું છું તો આપ તપાસ કરીને જાણી શકશો કે એ છોકરી કોણ હતી અને શા માટે ભીખ માંગતી હતી ? મેં દીપ્તિને કહ્યુ, થેન્ક્સ !

મેં ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને ઘણા એનજીઓમાં પણ ફોન કર્યા પણ બધાએ એમ જ કહ્યું કે અમે આવું કોઈ કેમ્પઇન નથી ચલાવતાં. હું કંટાળીને ઘરે જવા નીકળ્યો અને ચાર રસ્તે મેં એજ છોકરીને ભીખ માંગતા જોઈ અને મેં કાર રોકીને એનો પીછો કરવાનો શરું કર્યો. હું એની આગળ જઈને એક જગ્યાએ ઉભો રહ્યો અને એ મારી પાસે પણ ભીખ માંગવા આવી અને મેં પાંચસો રૂપિયા આપ્યા અને એને પૂછ્યું, તમે ભીખ કેમ માંગો છો ? એણે સ્મિત આપ્યું અને ચાલી ગઈ. હું થોડીવાર માટે તો વિચારમાં પડી ગયો અને ત્યારબાદ એણે પોતાનું સ્કૂટર ચાલુ કર્યું અને નીકળી ગઈ. હું પણ મારી કારમાં બેઠો અને એ છોકરીનો પીછો કરવા લાગ્યો. હું એનો પીછો કરતાં કરતાં એના ઘર સુધી પહોંચી ગયો અને એનું ઘર જોઈને તો હું વધારે મુંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે એ બંગલામાં રહેતી હતી. મેં ઘરમાં જવાનો પ્રયાસ કર્યો પણ સિક્યોરિટી વાળાએ મને રોક્યો. હું ઘરે ગયો અને વહેલી સવારે તેના ઘરની બહાર ઉભો રહ્યો. એ એનું સ્કૂટર લઈને નીકળી અને મેં એનો પીછો કરવાનો શરું કર્યો અને એ અપંગ માનવ મંડળમાં ગઈ. હું પણ ત્યાં ગયો અને ત્યાં ઓફીસમાં જઇને મેં કહ્યુ, નમસ્કાર મારું નામ કેતન છે અને હું પત્રકાર છું. કારકુને જવાબ આપતા કહ્યુ, સાહેબ પેલી કેબિનમાં એક બેન બેઠા હશે એમને મળો ! મેં પૂછ્યું અને એમનું નામ શું છે ? એમણે કહ્યું, મૃણાલી !

હું ત્યાં ગયો અને કહ્યુ, અહીં મૃણાલી કોણ છે ? એક બહેન બહાર આવ્યા અને એમણે કહ્યુ, મૃણાલી ત્યાં કેન્ટીનમાં ગઈ છે, તમે અહીં બેસો એ હમણાં જ આવશે ! મેં કહ્યુ, હું કેન્ટીનમાં જ મળી લઈશ, થેંક્યું ! હું કેન્ટીનમાં પહોંચ્યો અને ત્યાં એક બે વૃદ્ધ લોકો સાથે મૃણાલી વાત કરતી હતી. મેં ત્યાં જઈને કહ્યુ, હાય મૃણાલી ! મૃણાલી બોલી, સોરી, પણ મેં તમને ઓળખ્યા નહીં ! મેં કહ્યુ, ગઈકાલ રાત્રે તમે મળ્યા ત્યારે બધા પાસેથી પૈસા માંગતા હતાં ! મૃણાલીએ કહ્યુ, ઓહ…હા..યાદ આવ્યું, આવો આપણે બેસીને વાત કરીએ ! મેં કહ્યુ, હા. એ બોલી, ચા કે કૉફી ? હું વિચારતો હતો અને એણે કહ્યુ, વધારે વિચારો નહીં પૈસા તમારે જ આપવા પડશે ! હું અને મૃણાલી બન્ને હસવા લાગ્યા. મેં કહ્યુ, હું ચા પીસ…! એણે કહ્યુ, કાકા બે ચાય લાવજો ને ! મેં કહ્યુ, હું જર્નલિસ્ટ છું અને ગઈકાલે તમને લોકો પાસેથી પૈસા માંગતા જોયા તો મારા મનમાં ઘણાં સવાલો ઉદ્દભવ્યા એટલે વિચાર્યું કે તમને મળીને જ જાણી લઉં ! એણે કહ્યુ, હું આ વિકલાંગ વ્યક્તિઓની સેવા કરું છું અને ભગવાનની નજરમાં કંઈક સારું કરવાનો પ્રયાસ કરું છું ! એણે ફટાફટ ચા પી લીધી અને હું પણ ફટાફટ પીવા લાગ્યો ! બાજુમાંથી એક કાકા આવ્યા અને મને કહ્યુ, બેટા વીસ રૂપિયા થયા. મેં સો ની નોટ આપતાં કહ્યુ, લો કાકા અને બાકીના પૈસા આ બાજુની દાન પેટીમાં નાખજો ! મૃણાલી ઉભી થઇ અને કહ્યુ, મિસ્ટર તમારું નામ શું છે ? મેં કહ્યુ, કેતન…કેતન મહેતા ! એણે કહ્યુ, મિસ્ટર કેતન, તમે અહીં એક રિપોર્ટર તરીકે આવ્યા છો તો તમને થોડું જ જાણવા મળશે, એક કામ કરો તમે સાંજે મારી ઓફીસે આવો શાંતિથી વાત કરીશું ! મેં કહ્યું, ઓકે ડન ! મૃણાલીએ કહ્યુ, લો આ મારું કાર્ડ, સારું મળીએ સાંજે છ વાગ્યે મારી ઓફીસે પણ એક મિત્ર તરીકે !

હું મારી ઓફીસથી કામ પૂરું કરીને સાંજે છ વાગ્યે સીધો જ મૃણાલીની ઓફીસે ગયો અને ત્યાં પહોંચીને મને ખબર પડી કે મૃણાલી બ્રોકર છે અને પોતાની એક કંપની ચલાવે છે. મારા મનમાં ઢગલાબંધ સવાલો હતા કે એક બ્રોકર પણ સમાજ સેવા કરે ? હું મૃણાલીની ઓફીસમાં ગયો અને મૃણાલી ઉભી થઇ અને પૂછ્યું, આપણે બાજુના કેફેમાં જઈએ ? મેં કહ્યુ, હા કેમ નહીં ! એણે કહ્યુ, ચિંતા ન કરો, આ વખતે બીલ હું આપીશ ! હું હસવા લાગ્યો અને કહ્યુ, ના ના એવી તો કોઈ વાત નથી. હું અને મૃણાલી કેફેમાં ગયા અને ત્યાં મૃણાલીએ કહ્યુ, મેં એમ.બી.એ કર્યું છે અને હું પહેલેથી જ સામાજિક કાર્યોમાં જોડાયેલી છું અને મને આ કરવાથી ઘણી ખુશી મળે છે. મેં કહ્યુ, તમારી પાસે પૈસા પણ ઘણા સારા છે તો તમે શા માટે લોકો પાસેથી પૈસા માંગો છો ? એણે કહ્યુ, હું ઈચ્છું છું કે દરેક લોકોનો આમાં ફાળો હોય અને કદાચ લોકો મદદ કરવા ન આવે પણ એ થોડાક પૈસા આપે તો એમના કેટલાક પૈસા સારા કામમાં વપરાય ! હું વિચારમાં પડી ગયો, કારણ કે એક ચોવીસ વર્ષની છોકરીમાં આટલું જ્ઞાન કેવી રીતે હોય ? મેં પૂછ્યું, તમે શા માટે સરકારની મદદ નથી લેતાં ? મૃણાલીએ કહ્યુ, મારે કોઈ ખોટા રાજકારણમાં નથી પડવું અને એટલે જ મારી આ એક્ટિવિટીને હું મીડિયાથી દુર રાખું છું ! હું મૃણાલીની આ એક્ટિવિટીથી ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યુ, વેરી ગુડ મૃણાલી, મારે આ એક્ટિવિટીમાં જોડાવું હોય તો ? એણે કહ્યુ, હા કેમ નહીં ! આવતીકાલે સન્ડે છે તો તમે સવારે અપંગ માનવ મંડળમાં આવી જજો ! મેં કહ્યુ, હા હું ચોક્કસ આવીશ ! મેં કહ્યુ, હું એક સવાલ પૂછું ? તમે આજે રાત્રે ફ્રી છો ? મૃણાલીએ કહ્યુ, હા ફ્રી જ છું ! મેં કહ્યુ ઠંડીમાં કેટલાક લોકો રસ્તામાં સુવે છે એમને બ્લેન્કેટ આપવા છે તો ! મૃણાલીએ કહ્યુ, ગુડ, તો મળીએ રાત્રે નવ વાગ્યે ! મેં કહ્યુ, નવ વાગ્યે હું તમારા ઘરની બહાર ઉભો રહીશ. એ બોલી, તમે મારું ઘર જોયું છે ? હું મુંઝવણમાં મુકાઈ ગયો કે શું બોલું ! મેં કહ્યુ, ના મને એડ્રેસ આપજો ! એણે મને એનું વિઝીટિંગ કાર્ડ આપ્યું અને બોલી, મળીએ રાત્રે નવ વાગ્યે ! મેં કહ્યુ, ડન !

હું મૃણાલીની ઓફીસ માંથી બહાર નીકળ્યો અને ફટાફટ મારા મિત્રને ફોન કર્યો અને કહ્યુ, આકાશ મને ગમે તેમ કરીને આજે પચાસ બ્લેન્કેટ જોઈએ છે. આકાશે કહ્યુ, એક કામ કર, સાંજે સાત વાગ્યે દુકાને આવીને લઈ જજે ! હું ઘરે ગયો અને તૈયાર થઈને આકાશની દુકાને ગયો. આકાશે કહ્યુ, યાર કેતન તારે આટલા બધા બ્લેન્કેટ શા માટે જોઈએ છે ? મેં કહ્યુ, એક સોશિયલ વર્ક માટે… ત્યારબાદ હું ફટાફટ મૃણાલીના ઘરની બહાર ઉભો રહ્યો. મૃણાલી બહાર આવી અને સામે જોઇને એક સ્માઈલ આપી અને કારમાં બેઠી. એણે કહ્યુ, મિસ્ટર કાર સારી છે ! મેં કહ્યુ, થેન્ક્સ ! હું કાર ચલાવતો હતો ત્યારે મૃણાલીએ કહ્યુ, કેતન આ બાજુ કેટલાક ગરીબ રહે છે અને એ લોકોને પૂરતું જમવાનું પણ નથી મળતું ! મેં કહ્યુ, હા આપણે એ તરફ જઈએ. હું અને મૃણાલી ત્યાં ગયા અને જોયું તો કેટલાય ગરીબ લોકો ત્યાં ઝુંપડા બનાવીને રહેતા હતાં. મેં એક એક બ્લેન્કેટ આપવાના શરું કર્યા ત્યારે એ ઝુંપડા માંથી કેટલાક બાળકો બહાર આવ્યા અને મૃણાલીની આજુબાજુ ઘેરાઈ ગયા અને મૃણાલીને દીદી દીદી કહેવા લાગ્યા, મેં એમના માંથી એક વડીલને પૂછ્યું, મૃણાલીને તમે ઓળખો છો ? એમણે કહ્યુ, કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય ત્યારે મૃણાલી અહીં આવે છે અને અમારા બાળકોને મીઠાઈ અને કપડાં આપે છે, પણ ખબર નહીં કે આજે શું ખાસ છે તો એ અમને ગરમ કપડાં આપવા આવી છે ! હું ખૂબ જ ખુશ થઈ ગયો અને ત્યારબાદ મેં મૃણાલી સાથે ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ આપ્યા. મૃણાલી ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, કેતન આજે હું ખૂબ જ ખુશ છું. મેં એક કેફેમાં કાર ઉભી રાખી અને કહ્યુ, તો થઈ જાય પાર્ટી ! એણે કહ્યુ, હા કેમ નહીં.

હું અને મૃણાલી એક કેફેમાં ગયા અને મેં પીઝા ઓર્ડર કર્યો. મેં કહ્યુ, કેવી ખુશી થાય ને કે જ્યારે તમે કોઈની મદદ કરો. એ બોલી, હા…..! મૃણાલી અને મેં પીઝાની મજા માણી અને ત્યારે લગભગ બાર વાગી ગયા હતા અને મેં કહ્યુ, મેં પાર્ટી આપી દીધી હો… હવે ના માંગજે….! એ બોલી, કંઈ સમજણ ન પડી..! મેં કહ્યુ, હવે હું પાર્ટી નહી આપું ! મૃણાલીએ કહ્યુ, હા, પણ કેમ ? મેં હસતાં કહ્યુ, કારણ કે આજે મારો બર્થડે છે એટલે મેં પાર્ટી આપી દીધી. એ ઉભી થઈને બોલી, શું ? આજે તારો બર્થડે છે અને તું મને હવે કહે છે અને આ પાર્ટી કેવાય ? મેં કહ્યુ, પાર્ટી પાર્ટી હોય ! એણે કહ્યુ, ના એમ નહીં, મને મોટી પાર્ટી જોઈએ ! મેં સ્માઈલ સાથે કહ્યુ, આવતીકાલે મારી સાથે મુવી જોવા આવીશ ? એ વિચારવા લાગી અને બોલી, હા આવીશ ! હું ખૂબ જ ખુશ થઈ ગયો અને ખુશીમાં મેં એને બાથ ભરી લીધી ! એ કંઈ ન બોલી અને એક સ્માઈલ આપી અને કહ્યુ, મિસ્ટર મોડું થાય છે.. હવે ! આમ મારા જીવનમાં સમાજની સેવા સાથે એક અતૂટ મિત્ર અને મિત્ર કરતાં વધારે એવી મૃણાલીનો પ્રવેશ થયો !

લેખક : પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks