ઢોલીવુડ મનોરંજન

ફિલ્મોમાં આ ગુજરાતી તો ઓલરાઉન્ડર છે, જાણો કોણ છે જેને બૉલીવુડથી લઈને ઢોલીવુડ સુધી પોતાનું એક આગવું નામ કર્યું છે

આજે આપણે વાત કરવાના છીએ એવા ગુજરાતી ફિલ્મ મેકર સાથે જે ફિલ્મોમાં ઓલરાઉન્ડર છે. જી હા આ છે એવોર્ડ વિનિંગ ફિલ્મ લેખક-દિગ્દર્શક જીતેન પુરોહિત. 17 ડિસેમ્બરે આવી રહેલી ફિલ્મ “હલકી ફુલકી”ની ક્રેડિટમાં જયારે તેમનું નામ સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર તરીકે જોયું તો ખુબ જ આશ્ચર્ય થયું. એટલે અમારી ટીમે એમની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમની સાથેની વાતચીતના કેટલાક અંશો.

 

જયંત ગિલાટર, જીતેન પુરોહિત અને અભિલાષ ઘોડા

જીતેન પુરોહિતને સવાલ કરતા અમે પૂછ્યું કે, “જીતેનજી તમે ખુદ લેખક-દિગ્દર્શક, નિર્માતા તરીકે સફળ થયા છો. તમે એક્ટિંગ ગુરુ અને એક સમયે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડીન તરીકે પણ સેવા આપી છે. તમે એક્ટર તરીકે શોર્ટ ફિલ્મ પણ કરી છે અને હવે સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર.,,, પ્લીઝ અમને કઈ જણાવશો…

શાહનવાઝ હુસૈન, મેહુલ કુમાર અને અનુ કપૂરના હાથે એવોર્ડ લેતા જીતેન પુરોહિત

જીતેનજીએ જણાવ્યું કે, ” સૌથી પહેલા તો હું તમારો આભાર માનું છું. જી હા, હું ‘હલકી ફુલકી”નો સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર છું. આ ફિલ્મ ફક્ત જયંત ગિલાટર માટે જ કરી છે, સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર તરીકે હું બહારની કોઈ પણ ફિલ્મ નથી કરતો. આ સિલસિલો શરુ થયો હિન્દી ફિલ્મ ચૉક એન્ડ ડસ્ટરથી, મેં એ ફિલ્મ દરમિયાન શરૂઆતમાં મિત્રતાના ભાવે જયંતજીને ફિલ્મના લેખન દરમિયાન એમના લેખકને મદદ કરતો હતો અને પછી આ ફિલ્મ દરમિયાન લીગલ (કાયદાકીય) બાબતમાં સલાહ સૂચન આપતો.

જેકી શ્રોફ સાથે સાથે જીતેન પુરોહિત

જયંતજીએ પહેલીવાર સ્ક્રીન ઉપર સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર તરીકે મને ક્રેડિટ આપી. ગુજરાત 11 દરમિયાન એમને નાણાકીય બાબતોમાં સલાહ સૂચન કરેલા એટલે ફરીવાર એમને મને સુપરવાઈઝિંગ પ્રોડ્યુસરની ક્રેડિટ આપી. પણ આ વખતે હલકી ફુલકીની સંપૂર્ણ જવાબદારી જયંતજીએ મને સોંપી. Thanks to jayantji..

આનંદી ત્રિપાઠી સાથે સેટ ઉપર મસ્તી કરતા જીતેન પુરોહિત

આગળના સવાલમાં અમે પૂછ્યું કે, “અમે એવું સાંભળ્યું છે કે તમારામાં એક જબરદસ્ત પાસું છે એ છે ફિલ્મ રિલીઝ મતલબ ડિસ્ટ્રીબ્યુશનની સમજ, પ્લીઝ એના વિશે કઈ કહેશો.
જવાબમાં જીતેનજીએ જણાવ્યું: “મેં મારી ફિલ્મ સફરમાં જોયું છે કે 100માંથી 97% પ્રોડ્યુસરને રિલીઝની સાચી સમજ ના હોવાના કારણે સારી ફિલ્મોને પણ નુકશાન થાય છે. એટલે મેં બહુ જ પ્રોફેશનલી ફિલ્મ રિલીઝ પ્લાન કરી આપવાની શરૂઆત કરી. 2019માં મેં ત્રણ હિન્દી ફિલ્મો રિલીઝ કરી. જેની મેં ફી ચાર્જ કરી. આ રીતે મેં મારા ફિલ્મ જીવનકાળમાં એક નવું વર્ક શરૂ કર્યું.  મુંબઈમાં રહેવાનો ખર્ચ જોઈએ જ ને ભાઈ… હા હા હા…”

પહેલી ફિલ્મ દરમિયાન લેટ. શ્રી મહેન્દ્ર કપૂર સાથે

આગળ અમે પૂછ્યું ફિલ્મ, લેખક, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, એક્ટિંગ ગુરુ, ફિલ્મ સ્કૂલમાં ડીન અને ફિલ્મ રિલીઝ પ્લાનિંગ હવે આગળ શું ?
તેમને જણાવ્યું કે “જુઓ હું ફિલ્મ મેકર છું. એટલે ફિલ્મો બનાવવી એજ. આઈ મીન ફિલ્મ ડાયરેક્શન ઇસ માય ફર્સ્ટ લવ.

રાજેશ પંજુઆની સાથે જીતેન પુરોહિત

અમારો આગળનો સવાલ હતો “તમારી આનંદી ત્રિપાઠી સાથે એક હિંદી ફિલ્મ હતી તેનું શું થયું ?”
આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું, “સૌથી પહેલા તો મેં આનંદી ત્રિપાઠી સાથે એક ખુબ જ મજાની ગુજરાતી ફિલ્મ પ્લાન કરી હતી. પરંતુ હું ફિલ્મ શરૂ કરું તે પહેલા જ મારા ખાસ મિત્ર નીલકંઠ રેગમીએ મને હિન્દી ફિલ્મ ઓફર કરી. લેખક દિગ્દર્શક તરીકે મેં એ ફિલ્મ “રોમાન્સ, લવ ઔર લફડા” ઉપર કામ શરૂ કર્યું.

અનીસ બઝમી સાથે જીતેન પુરોહિત

લગભગ 15થી 17 મહિનાની મહેનત પછી સ્ક્રીપટ તૈયાર થઇ. લગભગ 18થી 20 કરોડના ખર્ચે તે ફિલ્મ બનવાની હતી. મારી હિન્દી ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ફાઇનલ થઇ ગઈ હતી. એમાં પણ આનંદી ત્રિપાઠી હતા. એપ્રિલ 2020માં ફ્લોર ઉપર જવાનો પ્લાન હતો. બધું જ ફાઇનલ હતું અને લોકડાઉન આવી ગયું. કોરોનાએ મારી ફિલ્મનો ભોગ લઇ લીધો. માય બેડ લક બીજું શું ?

IMPPA ના પ્રેસિડેન્ટ શ્રી પી.પી. અગ્રવાલ સાથે જીતેન પુરોહિત

અમારો આગળનો સવાલ હતો, “તમે IMPPA અને IFTDAમાં સેવા આપો છો ?
જવાબમાં તેમને કહ્યું, “હું પ્રોડ્યુસરની સંસ્થા IMPPAમાં 2015-2018 સુધી EC મેમ્બર હતો. 2018થી IFTDAમાં EC મેમ્બર છું. મારુ માનવું છે કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને ઘણું આપ્યું છે જો હું ઈંડસ્ટ્રી માટે કઈ કરી શકું તો મારુ સૌભાગ્ય છે. એટલે જેટલી બને એટલી સેવા કરું છું.

નીલકંઠ રેગ્મી સાથે જીતેન પુરોહિત

ઇન્ડસ્ટ્રી વિશે સવાલ પૂછતાં અમે પૂછ્યું કે, “આટલા વર્ષો ફિલ્મ લાઈનને આપ્યા તો મિત્રો ઘણા જ હશેને આપના ?
ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે ઓળખાણ છે અને લગભગ ઇન્ડસ્ટ્રી મને ઓળખે છે. હું ખુબ જ એકાંત પ્રિય વ્યક્તિ છું. મારા સૌથી નજીકના મિત્રો થોડા જ છે. જેને હું મારા બેસ્ટ ફ્રેન્ડ કહું… આનંદી ત્રિપાઠી, જયંત ગિલાટર, અભિલાષ ઘોડા, નીલકંઠ રેગમી, રાજેશ પંજવાની. આ લોકો મારા જીવનમાં ખુબ જ મહત્વના છે. પારિવારિક મિત્રતા છે. તમે કહી શકો કે આ પાંચ જણા મારી બેકબોન છે, આ મારા સુખ દુઃખના સાથી છે.

લેખક આશુ પટેલ, જયંત ગિલાટર, જીતેન પુરોહિત, અભિનેત્રી જયકા યાજ્ઞિક, રચના પકાઈ

અમે જીતેન પુરોહિતને પૂછ્યું કે હવે આપનો આગળ શું પ્લાન છે ?
જવાબમાં તેમને જણાવ્યું કે, “હું કોઈ પ્લાન નથી કરતો. જે ક્રિષ્નાએ ધાર્યું છે તે જ થવાનું છે. ક્રિષ્ના મારા સારથી છે અને હું તેમનો પાર્થ છું. જેમ ભગવાન લઇ જાય તેમ જવાનું. હા એમના આશીર્વાદથી હું આશા રાખું છું કે 2022માં મારી હિન્દી ફિલ્મ ફ્લોર ઉપર જાય. પુરી ફિલ્મ યુપીમાં શૂટ થશે. હિન્દી ફિલ્મની ખ્યાતનામ હિરોઈન સાથે આનંદી ત્રિપાઠી એક ડિફરન્ટ રોલમાં જોવા મળશે. બાકી તો મારા ક્રિષ્નાની ઈચ્છા.

અશોક પંડિત, જયંત ગિલાટર સાથે જીતેન પુરોહિત

ઈન્ટરવ્યુંમાં છેલ્લે અમે તેમને પૂછ્યું કે “છેલ્લે કઈ ખાસ કહેવા માંગો છો ?”
ત્યારે જવાબમાં તેમને કહ્યું કે, “એટલું જ મિત્રો હલકી ફુલકી ખુબ જ સારી ફિલ્મ બની છે. મારો પોતાનો અનુભવે કહું છું. મેં જયારે ફિલ્મ જોઈ ઇન્ટરવેલ પહેલા જેટલી હલકી ફુલકી ફિલ્મ છે એટલી જ સેકેંડ હાલ્ફમાં દિલમાં ઉતરી જાય છે. જયંતજી અને દસે દસ એક્ટ્રેસનું કામ કમાલ છે. મારા જેવા માણસની આંખ પણ ભીની થઇ ગઈ.એક વાર ચોક્કસ નજીકના થિયેટરમાં પરિવાર સાથે જઈને એ ફિલ્મ જુઓ. જય શ્રી ક્રિષ્ના !!