
રિલાયન્સ જિયોએ ઓગસ્ટમાં જિયો ફાયબર લોન્ચ કર્યું હતું. જિયો ગીગા ફાયબરના શરૂઆતી પ્લાનમાં ગ્રાહકોને 699 રૂપિયાથી લઈને 8499 રૂપિયાવાળો પ્લાન રજુ કર્યો હતો. આ પ્લાનમાં ઉપભોક્તાને 100mbpsની સ્પીડ આપવામાં આવી છે. સાથે સાથે કંપનીએ એક વર્ષનો પ્લાન લેવા પર ગ્રાહકોને નવા કનેક્શનની સાથે 4K સેટ ટોપ બોક્સ આપવાની વાત કરી હતી પરંતુ ગ્રાહકોને તેમાં ચેનલની સુવિધા નહીં મળે. ગ્રાહકોને ટીવી ચેનલ જોવા માટે અલગથી કનેક્શન લેવું પડશે. ગ્રાહકોને હેથવે અને ડેન જેવા કેબલ ઓપરેટર જોડેથી કંટેંટની સુવિધા આપવામાં આવશે.

જિયો સેટ ટોપ બોક્સને લગતી અગત્યની બાબત:
જિયો ગીગા ફાયબર કનેક્શન માટે ગ્રાહકોએ પહેલા 2500 રૂપિયા ડિપોઝિટ કરવા પડશે, આ રકમમાં 1000 રૂપિયા ઈન્સ્ટોલેશન ચાર્જ છે જે તમને પાછા નહીં મળે, બાકી બચેલ રૂપિયા તમને જિયો કનેક્શન છોડશો ત્યારે પરત મળશે. સાથે કંપનીનો દાવો છે કે સેટ ટોપ બોક્સ પણ આપવામાં આવશે. એનો અર્થ એ છે કે ગ્રાહકોને સેટ ટોપ બોક્સ તો આપવામાં આવશે પણ તેની સાથે ચેલન નહીં જોઈ શકો. કંપનીએ આ જાણકારી લોન્ચ વખતે કહેવામાં આવી હતી.

ટીવી ક્નેક્શ લોકલ કેબલ પાસેથી ખરીદવું પડશે:
જિયોએ પોતાના ઉપભોકતને ઈન્ટરનેટ પ્રોટોકોલની સેવા આપવા માંગતા હતા પણ કોઈ કારણથી આ સર્વિસ લોન્ચ ન થઇ શકી. ગ્રહકોને ટીવી ચેનલ આપવા માટે જિયોએ હેથવે અને ડેન જેવી કંપની સાથે હિસ્સેદારી ખરીદી છે.રિપોર્ટ મુજબ બીજી કંપનીઓએ IPTV સેવાને લઈને રિલાયન્સ જિયોનો વિરોધ કર્યો છે કેમ કે તેનાથી આ કંપનીઓને ખુબ જ નુક્શાન થઇ શકતું હતું. તેથી જિયોએ લોકલ કેબલની સાથે મળીને પોતાનું નેટવર્ક મજબૂત કરવાનો પ્રયત્નો કરી રહી છે.

તમને જણાવી દઈએ કે જો તમે પણ ફ્રી સેટ ટોપ બોક્સ માટે ગીગા ફાયબર કનેક્શન લેવા જઈ રહ્યા હોવ તો તમને સેટ ટોપ બોક્સ તો મળશે પણ, તમારે ચેનલ માટે અલગથી કનેક્શન કરવું પડશે. તમને અનલિમિટેડ કોલ અને 100 mbps સ્પીડથી ડેટા જ મળશે પણ, ચેનલ નહીં જોઈ શકો કનેક્શન લીધા વગર.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.