જીવનશૈલી

નીતા અંબાણીએ ગરીબો સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ, બાળકો ખુશ થઇ ગયા..જુઓ 10 તસ્વીરો

બુધવારે દેશ -વિદેશમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. કરીના કપૂર અને અર્પિતા ખાને ક્રિસમસ પાર્ટીનું  આયોજન ર્ક્યું હતું. બોલીવુડમાં પણ ક્રિસમસનો ખાસ ક્રેઝ જોવા મળ્યો હતો.

Image Source

ત્યારે હર હંમેશની જેમ આ વખતે પણ અંબાણી પરિવારમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાણી પરિવારની મહિલા તેના સાધારણ સ્વભાવને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

Image Source

આ વખતે પણ નીતા અંબાણી અને ઈશા અંબાણીએ ક્રિસમસની એવી રીતે ઉજવણી કરી હતી કે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

નીતા-ઈશા અંબાણીએ બાંદ્રાના જિયો વર્લ્ડ ગાર્ડનમાં અલગ-અલગ એનજીઓના બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

Image Source

એનજીઓના બાળકો માટે ગાર્ડનમાં ઝૂલા, અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મીતા-ઈશાએ સ્પેશિયલ રીતે આ બાળકો માટે આયોજન કર્યું હતું.

Image Source

આ આયોજન બાળકો માટે કોઈ ગિફ્ટથી ઓછું ના હતું. નીતા અંબાણીએ આ બાળકો માટે ઘણી ગિફ્ટ પણ લાવી હતી. જે મેળવવા માટે બાળકો ઉત્સુક હતા.

Image Source

ક્રિસમસ સેલિબ્રેશન બાદ બાળકોએ નીતા-ઈશા અંબાણી સાથે તસ્વીર પણ ખેંચાવી હતી. બાળકોના ચહેરા પર ખુશી નજરે આવી હતી.

Image Source

ક્રિસમસ ટ્રીને જિયો ગાર્ડનમાં રાખવામાં આવ્યું હતું. આ પહેલી વાર નથી કે નીતા અંબાણીએ બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હોય. પરંતુ દર વર્ષ ક્રિસમસની ઉજવણી કરી છે.

Image Source

ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન બાળકોએ અલગ-અલગ પર્ફોરમન્સ આપ્યા હતા. આ જોઈને નીતા અંબાણી ઘણી ખુશ લાગતી હતી.

Image Source

ઈશા અંબાણીએ પણ કંઈક અલગ અંદાજમાં જ બાળકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. નીતા અને ઈશા અંબાણીએ બાળકો સાથે તસ્વીર પણ ક્લિક કરાવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.