રિલાયન્સ જીઓ દ્વારા આઈયુસી લેવા મામલે ઘોષણા કર્યા બાદ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી હલચલ મચી જવા પામી હતી. જયારે આઈયુસી લઈને વાત કરવામાં આવી ત્યારે લોકોએ 3 વર્ષ પહેલાંના વોઇસ કોલ ફ્રીના વાયદાને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો.
તો આ વચ્ચે રિલાયન્સ જીઓને હરીફ કંપની એરટેલ અને આઈડિયાએ જીઓના આ પગલાંની નિંદા કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આઈયુસી ચાર્જ ના લેવાની વાત કરી હતી. આ મામલે જીઓએ સફાઈ આપતા ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં કંપનીએ ટ્રાયનો એક રિપોર્ટ શેર કરીને દર મહિને 12 રૂપિયાના ચાર્જેને સાચો ઠેરવ્યો છે.
જીઓએ તેના ટ્વીટરમાં કહ્યું હતું કે, ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ ગ્રાહકો પર વધુ બોજ નહીં નાખે. જીઓએ સાથે જ કહ્યું હતું કે, ટ્રાયના ડેટા અનુસાર જ કામ કરી રહ્યા છે. ટ્રાયના ડેટા મુજબ ઇન્ડસ્ટ્રીઝમાં હજુ સુધી પ્રતિ યુઝર દર મહિને ફક્ત 12 રૂપિયા જ આઈયુસી લેવામાં આવશે. આ હિસાબથી દર મહિને બીજા નેટવર્ક પર 200 મિનિટ સુધી વાત કરી શકો છો.
Important information – TRAI Report. Also, continue enjoying free & unlimited Jio to Jio calls.#DigitalLife #JioDigitalLife #IUC #JioOnIUC #DigitalIndia #TRAI #TRAIreport pic.twitter.com/ukJ1SCIQKk
— Reliance Jio (@reliancejio) October 14, 2019
જીઓ તેને આધાર માનીને કહે છે કે, આજના સમયમાં એક મહિના માટે 12 રૂપિયા આપવા કોઈ ગ્રાહક માટે મોટી વાત નથી. જ કોલિંગની વાત કરવામાં આવે તો જીઓએ તેના નેટવર્ક અને લેન્ડલાઈન પર હજુ સુધી કોલ ફ્રી જ રાખ્યા છે. જીઓના મોંઘા પ્લાન લેનારા પ્રીપેડ યુઝર્સ માટે 12 રૂપિયા આપવા કોઈ મોટી વાત નથી. તો બીજી તરફ આ 12 રૂપિયાની તુલના બીજી કંપની સાથે કરવામાં આવે તો બીજી કંપનીઓ વેલેડિટીના નામ પર એક્સ્ટ્રા પૈસા લઇ રહી છે.
આઈયુસી ચાર્જની વાત કરવામાં આવે તો આ 31 ડિસેમ્બર 2019 સુધી જ લાગુ રહેશે. જીઓને ઉમ્મીદ છે કે, આવતા વર્ષની શરૂઆતમાં ટ્રાય આઈયુસીજીરો કરી દેશે. હાલ એરટેલ અને બીજા ઓપરેટર આનો વિરોધ કરી રહ્યા છે. આઈયુસી ખતમ કરવામાં આવશે તો જેના કારણે દેશના આંતરિયાળ વિસ્તારમાં સર્વિસ મોંઘી થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.