ખબર

Jioએ ફરીથી બીજી કંપનીઓનો પરસેવો છોડાવ્યો, આ વસ્તુ મફતમાં વાપરો અને કરો જલસા

Jio આવ્યા બાદ ગ્રાહકોને ઘણી સર્વિસ મફત મળવા લાગી છે. Jio યુઝર્સને ઓછા પૈસામાં અનલિમિટેડ કોલ, ઇન્ટરનેટની સુવિધાઓ સાથે કોલરટ્યૂન અને મિસકોલ એલર્ટ જેવી સુવિધાઓ મળે છે.

પરંતુ Jioની એક એવી પણ એપ છે જેનાથી ફોનમાંથી ડેટા (ફોટો-વિડીયો)ટ્રાન્સફર કરી શકાય છે. આ એપનું નામ છે JioSwitch.

Image Source

આવો જાણીએ JioSwitch એપ કેવી રીતે કામ કરે છે.

સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં જઈને Jio Switchને સર્ચ કરી તેને ઈંસ્ટોલ કરો. ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો, ઓપન કર્યા બાદ તમને Send અને Receiveનું ઓપ્શન જોવા મળશે.

જો તમે કોઈને ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, સોન્ગ મોકલવા માંગતા હોય તો Send પર ટેપ કરો, હવે તમારી સામે અલગ-અલગ કેટેગરી આવશે, જેમાં Videos, Photos, Applications, Music, Files, Contacts, Calender જોવા મળશે.

Image Source

આ માંથી તમારી મનપસંદ કેટેગરીમાં જઈ જેમ કે તમે Photos સિલેક્ટ કરો છો તો તમારી સામે ફોનના ફોટોઝનું આખું લિસ્ટ આવી જશે. Photos સિલેક્ટ કરી Send પર ટેપ કરો.

ધ્યાન રાખો કે જેને તમે ફોટો Send કરો છો તેના ફોનમાં Receiveનું ઓપ્શન ઓન કરો. Send પર ટેપ કર્યા બાદ તે વ્યક્તિનું ડિવાઈસ નેમ જોવા મળશે, જેને તમે ફોટો મોકલવા માંગતા હોય. હવે તેના નામ પર ટેપ કર્યા બાદ ફોટો ઝડપથી Sendથઈ જશે.

Image Source

નોટ : આ એપ દ્વારા એન્ડ્રોઇડ ડિવાઇસથી ios ડિવાઇસ પર પણ ડેટા ટ્રાન્સફર કરી શકો છો. આ સિવાય jio ફોનમાં પણ આ એપનો વપરાશ કરી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.