ખબર

જિઓએ બંધ કરી દીધા આ બે સસ્તા પ્લાન, મળતો હતો 7 જીબી સુધી ડાટા

આપણા દેશમાં જિઓ ટેલિકોમ કંપનીના પ્રવેશ બાદ ટેલિકોમ ક્ષેત્રમાં ઘણા જ ફેરબદલ થેયલા જોવા મળ્યા છે. જિઓ દ્વારા ઘણા નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જેના કારણે સામાન્ય ગ્રાહકોને પણ ફાયદો થાય, પરંતુ આજે જિઓ કંપનીએ એક મોટો ઝટકો તેમના ગ્રાહકોને આપ્યો છે.

Image Source

રિલાયન્સ જિઓના સૌથી સસ્તા બે પ્રિ પેઈડ પ્લાન બંધ કરી દીધા છે. જેમાં 49 રૂપિયા અને 69 રૂપિયા રિચાર્જનાં બંને પ્લાનને બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંને પ્લાન જિઓ ફોન યુઝર્સ માટે હતા.

Image Source

આ બંને પ્લાનને કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ લોન્ચ કર્યા હતા. અને હવે માત્ર 6 મહિનાની અંદર જ આ બંને પ્લાનને બંધ કરી દેવામાં આવ્યા છે.

Image Source

જિઓના 49ના રિચાર્જ વાળા પ્લાનની અંદર 14 દિવસની વેલેડિટી અને સાથે જ 2 જીબી ડેટા આપવામાં આવતો હતો. અને સાથે જ જિઓથી જિઓ અનલિમિટેડ કોલની સુવિધા પણ મળતી હતી.

Image Source

જયારે 69 વાળા પ્લાનની અંદર 14 દિવસની વેલિડિટી, જિઓથી જિઓ અનલિમિટેડ કોલ અને 7 જીબી ડેટાની સુવિધા મળતી હતી.

Image Source

49 અને 75 રૂપિયાના રિચાર્જ પ્લાન બંધ થવા ઉપર હવે જિઓ ફોન યુઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન 75 રૂપિયાનો થઇ ગયો છે જેની અંદર 3 જીબી દેતા સાથે રોજ 500 એમબી દેતા મળશે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસની રહેશે. જેની અંદર જિઓથી જિઓ ફ્રી કોલની સુવિધા સાથે અન્ય નેટવર્ક ઉપર વાત કરવા માટે 500 મિનિટ પણ મળશે. આ સાથે તેમાં 50 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે. સાથે જિઓ એપ્સનું સબ્સ્ક્રિપશન પણ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.