ટેલિકોમ કંપનીઓ થોડા દિવસ પહેરેલા જ પોતાના પ્લેનમાં ધરખમ ભાવ વધારો કર્યો છે, દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિઓએ પણ પોતાના ભાવ વધારા વાળા પ્લાન 6 તારીખે બજારમાં રજૂ કર્યા હતા અને આ સાથે જિઓ ટેલિકોમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે: “તે પોતાના ગ્રાહકોને 300 ટકા વધુ ફાયદો આપશે.” જે અંતર્ગત જિઓએ પોતાના જૂના બે પ્લાન 98 અને 149ના રિચાર્જનાં પ્લાનને માર્કેટમાં પાછા લોન્ચ કર્યા છે.

6 તારીખે જિઓએ પોતાના નવા પ્લાન જાહેર કર્યા હતા જેમાં 98 અને 149ના રિચાર્જનાં પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો પરંતુ બજારમાં પોતાની કંપનીને જાળવી રાખવા તેમજ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે જિઓ દ્વારા 98 અને 149 રૂપિયાના રિચાર્જનો પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે.

હવે શું મળશે ગ્રાહકોને 98 અને 149ના રિચાર્જ સાથે?:
જિઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ બંને પ્લાનમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે જેમાં ગ્રાહક સસ્તું રિચાર્જ કરાવી શકે તે માટે આ સુવિધા આપવાનો નિર્ણય જિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જોઈએ આ પ્લાનની અંદર હવે ગ્રાહકોને શું મળશે?

98નો રિચાર્જ પ્લાન:
98ના રિચાર્જ ઉપર ગ્રાહકને કુલ 2 જીબી ડેટા સાથે અનલિમિટેડ જિઓથી જિઓ ફ્રી કોલિંગની સેવાનો લાભ મળી રહેશે જયારે જિઓ સિવાયના અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે ગ્રાહકે વધારાનું IUC પેક રિચાર્જ કરાવવું પડશે. IUC રિચાર્જ 10 રૂપિયાથી શરૂ થાય છે જેમાં તમને 10 રૂપિયાના રિચાર્જ સાથે 124 મિનિટ અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે 300 એસએમએસ તેમજ જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રીપ્શન મફત મળશે.

149નો રિચાર્જ પ્લાન:
149ના રિચાર્જ સાથે હવે ગ્રાહકને દૈનિક 1.5 જીબી ડેટાની જગ્યાએ દૈનિક 1 જીબી ડેટા મળશે સાથે આ પ્લાનની વેલેડિટી પણ 24 દિવસની રહેશે. આ પ્લાનમાં પણ જિઓથી જિઓના નેટવર્ક ઉપર ગ્રાહક ફ્રી કોલિંગની સેવાનો લાભ મેળવી શકશે તેમજ રોજના 100 એસએમએસ ઉપરાંત જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રીપ્શન મફત મળશે. આ પેક સાથે અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 300 FUP મિનિટ પણ મળશે.

જિઓ દ્વારા વોડાફોન આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે પોતાના આ બે પ્લાનનું રિલૉન્ચિંગ કર્યું છે જેમાં ગ્રાહક ઓછા રિચાર્જનાં દરે પણ સારી સુવિધા મેળવી શકે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.