જિઓના નવા પ્લાન થયા શરૂ, હવે પહેલા કરતા પણ મળશે વધુ ફાયદાઓ, વાંચો શું છે નવા પ્લાનમાં

0
Advertisement

રવિવારે થયેલી એક જાહેરાત અંર્તગત ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાનમાં ધરખમ વધારા કર્યા હતા. જે અંતર્ગત ટેલિકોમ કંપનીઓ જેવી કે આઈડિયા-વોડાફોન, એરટેલ અને જીઓ દ્વારા 40 થી 42 ટકા સુધીનો ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Image Source

એરટેલ, આઈડિયા-વોડાફોન દ્વારા તો સોમવારના રોજ પોતાના નવા પ્લાન લોન્ચ કરી દેવામાં આવ્યા હતા પરંતુ દેશની સૌથી અગ્રણી ટેલિકોમ કંપની જિઓ દ્વારા પોતાના પ્લાન 6 ડિસેમ્બરના રોજ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું.

Image Source

તે અંતર્ગત જિઓ દ્વારા પોતાના નવા પ્લાન ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી કંપનીઓની જેમ જિઓ દ્વારા પણ પોતાના જૂના પ્લાન કરતા નવા પ્લાનની અંદર ભાવ વધારો તો કરવામાં આવ્યો છે પરંતુ કંપનીએ બીજા કેટલાક બેનિફિટ પણ આ પ્લાનની અંદર ઉમેરી અને પોતાના ગ્રાહકોને ખુશ કર્યા છે.

Image Source

જિઓના જાહેર થયેલા નવા પ્લાન:

Image Source

199 પ્લાન: આ રિચાર્જ પહેલા 149માં ઉપલબ્ધ હતું પરંતુ હવે આ રિચાર્જ તમે 199થી કરાવી શકશો જેમાં તમને રોજનું 1.5 જીબી ડેટા, જિઓથી જિઓ મફત કોલની સેવા અને અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે. જેની વેલિડિટી 28 દિવસ સુધીની રહેશે.

249 પ્લાન: 28 દિવસની જ વેલિડિટી ધરાવતા આ પ્લાનની અંદર તમને રોજનું 2 જીબી ડેટા, જિઓથી જિઓ મફત કોલની સેવા અને અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે.

Image Source

399 પ્લાન: આ પ્લાનની વેલિડિટી 56 દિવસની રહેશે જેમાં તમને રોજનું 1.5 જીબી ડેટા, જિઓથી જિઓ મફત કોલની સેવા અને અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 2000 મિનિટ ફ્રી મળશે. દૈનિક 2 જીબી ડેટા પ્લાન માટે 444નું રિચાર્જ કરાવવાનું રહેશે. જેમાં બીજી સુવિધા સરખી જ રહેશે.

Image Source

555 પ્લાન: 399માં રિચાર્જ ઉપર થતો પ્લાન હવે 599ના રિચાર્જ સાથે તમને મળશે જેની અંદર રોજનું 1.5 જીબી ડેટા, જિઓથી જિઓ મફત કોલની સેવા અને અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 3000 મિનિટ ફ્રી મળશે. જેની વેલિડિટી 84 દિવસ સુધીની રહેશે. દૈનિક 2 જીબી ડેટા મેળવવા માટે તમારે આજ પ્લાન 599ના રિચાર્જ સાથે મળશે જેમાં બીજી સુવિધાઓ સરખી જ મળશે.

Image Source

2199 પ્લાન: આ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની રહેશે જેની અંદર તમને રોજનું 1.5 જીબી ડેટા, જિઓથી જિઓ મફત કોલની સેવા અને અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 12,000 મિનિટ ફ્રી મળશે.

149 રૂપિયાનો પ્લાન
1 જીબી પ્રતિ દિવસના ડેટા સાથે આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી પર કુલ 24 GB ડેટા, દરરોજ 100 ફ્રી SMS , જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર ફ્રી કૉલ માટે 300 FUP મિનિટ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું કોમ્પ્લિમેંટરી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે.

98 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં JIO TO JIO કૉલિંગ ફ્રી છે. જિયો નેટવર્કની બહાર કૉલ કરવા માટે યુઝર્સે IUC વાઉચરથી રિચાર્જ કરાવવું પડશે. જેની શરૂઆત 10 રૂપિયાથી થાય છે. 10 રૂપિયાના વાઉચરમાં 124 IUC મિનિટ મળે છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ 300 SMS અને જિયો એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી સબ્સ્ક્રીપ્શન મળે છે

જિઓએ પોતાના નવા પ્લાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમની કંપની બીજી ટેલિકોમ કંપનીઓ કરતા 300 ઘણો વધુ ફાયદો પોતાના ગ્રાહકોને આપશે. તેમનુ કહેવું છે કે જિઓ વિશ્વમાં સૌથી સસ્તી કિંમત ઉપર સૌથી સારી ગુણવત્તા આપવનો પોતાનો વાયદ ઉપર તટસ્થ રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here