Jio એ આપી નવા વર્ષની ગિફ્ટ, લોન્ચ કર્યો New Year પ્લાન, 200 દિવસ સુધી મળશે સર્વિસ; BSNL ને ટેંશન ચડી જશે, જાણો આખી વિગત

Jio એ પોતાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો આ પ્લાન એક લિમિટેડ ટાઇમ ઓફર છે, જે પ્રીપેડ યુઝર્સ માટે જારી કરવામાં આવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSના ત્રણેય લાભ મળે છે. આમાં યુઝર્સને વધારાના ફાયદા પણ આપવામાં આવ્યા છે. કંપની રૂ.2150 નો વધારાનો લાભ આપી રહી છે, જેનો લાભ શોપિંગ વેબસાઇટ્સ, ફૂડ ડિલિવરી એપ્સ અને ફ્લાઇટ બુકિંગ પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

કંપનીનું કહેવું છે કે આ પ્લાનને કારણે ગ્રાહકોને વાર્ષિક 400 રૂપિયાની બચત થશે. જો કે, આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. Jio ન્યૂ યર વેલકમ પ્લાન 2025ની કિંમત 2025 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને 200 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાન દરરોજ 2.5GB ડેટા સાથે આવે છે. એટલે કે તમને પૂરી વેલિડિટી માટે 500GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય કંપની અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરી રહી છે. Jioના આ પ્રીપેડ પ્લાનમાં તમને અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ પણ મળે છે.

આ સાથે ગ્રાહકોને JioTV, JioCinema અને JioCloudની ફ્રીમાં એક્સેસ મળશે. જો કે આમાં Jio સિનેમાની પ્રીમિયમ ઍક્સેસ શામેલ નથી. આ માટે તમારે 29 રૂપિયાનો અલગ માસિક ચાર્જ ચૂકવવો પડશે. આ રિચાર્જ પ્લાન 11 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2025 સુધી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે તમે એક મહિના માટે આ પ્લાન ખરીદી શકો છો. આ સાથે કંપની 2150 રૂપિયાના ફાયદા આપી રહી છે. તેમાં 500 રૂપિયાની Ajio કૂપન શામેલ છે, જે 2500 રૂપિયાની ખરીદી પર રિડીમ કરી શકાય છે.

આ સિવાય તમને Swiggy પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ માટે તમારે એપ પરથી મિનિમમ 499 રૂપિયાનો ઓર્ડર આપવો પડશે. EaseMyTrip.com પરથી ફ્લાઇટ બુકિંગ પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જેઓ લાંબા ગાળાની વેલિડિટી માટે પ્લાન ઇચ્છે છે તેમના માટે Jioનો આ પ્લાન સારો વિકલ્પ છે. આમાં, તમને ઓછા બજેટમાં 200 દિવસની માન્યતા, 2.5GB દૈનિક ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દૈનિક SMS સહિત અન્ય લાભો મળશે.

Shah Jina