ખબર

આખરે કેમ જિયો પર ફ્રી કોલિંગ બંધ થઇ? જાણીને હોંશ ઠેકાણે નહિ રહે…

દિવાળી નજીક આવવા જઈ રહી છે ત્યારે જિઓ કંપની દ્વારા ગ્રાહકોને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જિઓ માર્કેટમાં આવ્યા બાદ એ પહેલી વખત આઉટગોઈંગ કોલ માટે પણ આવતીકાલથી ચાર્જ લેવા જઈ રહી છે.

જિઓ આવતાની સાથે જ બધી કંપનીઓએ પોતાના પ્લાનમાં ઘટાડો કર્યો હતો અને આખો દેશને ફ્રી કોલની સેવાનો લાભ મળવા લાગ્યો હતો. પરંતુ હવે આ ફ્રી કોલ આવતીકાલથી બંધ થવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જિઓએ આવતી કાલથી આઉટગોઈંગ કોલ માટે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. જિઓના ગ્રાહકો જો જિઓ સિવાયના અન્ય નંબર ઉપર ફોન કરશે તો તેમને પ્રતિ મિનિટ 6 પૈસા હવેથી ચાર્જ ચૂકવવો પડશે.

અત્યાર સુધી જિઓ ઉપભોક્તાઓ કોઈપણ કંપનીના વપરાશકર્તા સાથે મફતમાં વાત કરી શકતાં હતાં. પરંતુ હવેથી એક મિનિટ માટે 6 પૈસા ચૂકવવાના રહશે. જિઓ નંબરથી બીજા કોઈ જિઓના ઉપભોક્તા સાથે વાત કરવામાં કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે.

આ ચાર્જ ત્યાં સુધી લેવામાં આવશે જ્યાં સુધી TRAI સંપૂર્ણ પણે IUC ને સમાપ્ત નહિ કરી દે. જિઓ આ બાબતે TRAI સામે બધા જ પુરાવા મુકવા જઈ રહ્યું છે જેના કારણે તેમને સમજાવી શકાય કે શૂન્ય IUC લોકો માટે ફાયદાકારક છે. અત્યારે TRAIના નિયમો પ્રમાણે પ્રતિ મિનિટ 6 પૈસા IUC છે.

તમને જણાવી દઈએ કે એક ટેલિકોમ કંપનીના ફોન ઉપર બીજા ટેલિકોમ કંપનીનો ફોન આવે ત્યારે તમને IUC ચાર્જ ચૂકવવાનો રહે છે. જે અત્યાર સુધી જિઓ કંપની આપણા માથે નહોતી નાખતી. પરંતુ હવે એ ચાર્જ ગ્રાહક દ્વારા ભરવાનો રહશે.આ સાથે જિઓ દ્વારા બીજી કંપનીના ફોન નંબર સાથે વાત કરવા માટે કેટલાક પ્લાન પણ બહાર પાડ્યા છે. રૂપિયા 10 ના રિચાર્જ પર તમને 124 મિનિટ તથા 1 જીબી ડેટા ફ્રીમાં મળશે.

20 ના રિચાર્જ ઉપર 249 મિનિટ અને 2 જીબી ડેટા, 50 ના રિચાર્જ સાથે 656 મિનિટ અને 5 જીબી ડેટા અને 100ના રિચાર્જ ઉપર 1362 મિનિટ તેમજ 10 જીબી ડેટા આપવામાં આવશે.આ મિનિટ તમે જિઓ ટેલિકોમ સિવાયના બીજા નંબર સાથે વાત કરવામાં ઉપયોગ કરી શકો છો. જિઓ થી જિઓ પર વાત કરવા માટે તમારે કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.

Image Source

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) તરફથી 2017માં આઈયુસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી કરવામાં આવ્યું હતું. તો ટ્રાઈએ 1 જાન્યુઆરી, 2020થી તેને સમગ્ર રીતે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે જિયોએ 2020 સુધી આઈયુસી ચાર્જ બાકીની કંપનીઓને આપતા રહેવાનો નિર્ણય કર્યો હતો. કસ્ટમર્સ માટે અનલિમિટેડ કોલિંગ ફ્રી હતું.
તાજેતરમાં જ ટ્રાઈએ રિવ્યૂ માટે આઈયુસીથી જોડાયેલ કન્સલ્ટેશન પેપર માગ્યું છે. આઈયુસીને ખતમ કરવા માટે આ સમયમર્યાદા વધારી શકાય છે. આવા દબાણના કારણે જિયોને આ ખર્ચ કસ્ટમર્સને સોંપવો પડ્યો છે. જિયોનું કહેવું છે કે આ અસ્થાયી પગલું છે. આઈયુસી ચાર્જ ખતમ થતાં જ કોલિંગ ફરીથી ફ્રી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, જિયોએ છેલ્લા 3 વર્ષમાં અન્ય મોબાઈલ ઓપરેટર્સ જેવા કે એરટેલ-આઈડિયા અને વોડાફોનને 13500 કરોડ રૂપિયા આઈયુસી શુલ્કના રૂપમાં આપ્યા છે. જિયોનું કહેવું છે કે આ અસ્થાયી પગલું છે. આઈયુસી ચાર્જ ખતમ થતાં જ કોલિંગ ફરીથી ફ્રી કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.