રિલાયન્સ JIO એ પણ આપ્યો મોંઘવારીનો ઝાટકો, પ્રીપેડ પ્લાન્સનો નવો ભાવ જાણીને પોર્ટેબિલિટી કરાવવા દોડશો

Vodafone Idea (Vi) અને Airtel પછી હવે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પણ પોતાના પ્રીપેડ પ્લાનને મોંઘા કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોના નવા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થશે. નવા ભાવ લાગુ થયા બાદ ગ્રાહકોએ પ્રીપેડ પ્લાન મેળવવા માટે 500 રૂપિયા સુધી વધુ ખર્ચ કરવો પડશે. 1 ડિસેમ્બરથી 75 રૂપિયાના JioPhone પ્લાનની કિંમત 91 રૂપિયા થશે. 129 રૂપિયાના પ્લાનની કિંમત 155 રૂપિયા, 149 રૂપિયાના પ્લાનની કિંમત 179 રૂપિયા થશે.

આ ઉપરાંત 199 રૂપિયાના પ્લાનની કિંમત 239 રૂપિયા, 249 રૂપિયાના પ્લાનની કિંમત 299 રૂપિયા થશે. 399 રૂપિયાના પ્લાનની કિંમત રૂપિયા 479, રૂપિયા 444 પ્લાનની કિંમત રૂપિયા 533, રૂપિયા 329 પ્લાનની કિંમત રૂપિયા 395, રૂપિયા 555 પ્લાનની કિંમત રૂપિયા 666, રૂપિયા 599 પ્લાનની કિંમત રૂપિયા 719, રૂપિયા 1,299 પ્લાનની કિંમત રૂપિયા 1,559 રૂપિયા હશે. છેલ્લે, રૂ. 2,399ના પ્લાનની કિંમત રૂ. 2,879 હશે.

Jio તેના ડેટા ટોપ-અપ પ્લાન માટે ટેરિફ પણ વધારી રહ્યું છે. 51 રૂપિયાના 6 GB ડેટા ટોપ-અપ પેકની કિંમત હવે 61 રૂપિયા, 101 રૂપિયાના 12GB ડેટા ટોપ-અપ પેકની કિંમત 121 રૂપિયા અને 251 રૂપિયાના 50GB ડેટા ટોપ-અપ પેકની કિંમત 301 રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે, Jio એ ફક્ત તેના હાલના પ્લાન્સ માટે જ ભાવવધારો રજૂ કર્યો છે અને લાભો એ જ રહેશે. આ તમામ નવા પ્રીપેડ પ્લાન 1 ડિસેમ્બર, 2021 થી અમલમાં આવશે, જેનો અર્થ છે કે તમે તમારા Jio કનેક્શનને જૂના ભાવ પર રિચાર્જ કરવાનું ચાલુ રાખી શકો છો અને જ્યાં સુધી તમારા પ્લાનની માન્યતા સમાપ્ત ન થાય ત્યાં સુધી તમારે એડિશનલ ટેરિફનું પેમેન્ટ કરવાની જરૂરત નહિ રહે.

Shah Jina