ખબર

Jio GigaFiber: મુકેશ અંબાણીએ કરી જાહેરાત, જિયોના ગ્રાહકોને મફતમાં મળી શકે છે LED ટીવી અને 4K સેટટોપ બોક્સ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એન્યુઅલ જનરલ મિટિંગમાં જિયો ફાયબર પ્લાન લોન્ચ થઇ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ફાયબર પ્લાનના લોન્ચિંગ દરમ્યાન જિયો વેલકમ ઓફરની જાહેરાત કરી, જે અંતર્ગત ગ્રાહકોને એમના હાલના નંબરથી જ જિયો ગીગા ફાયબર ઍક્સેસ મળશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયોના ગ્રાહકો 340 મિલિયનથી પણ વધુ થઇ ગયા છે. દર મહિને 1 કરોડ ગ્રાહકો જિયો સાથે જોડાઈ રહ્યા છે. જિયો દેશની સૌથી મોટી અને વિશ્વની બીજી મોટી ઓપરેટિંગ કંપની બની ગઈ છે.

Image Source

કંપનીએ કરેલી જાહેરાત અનુસાર, જિયો વેલકમ ઓફર અંતર્ગત રિલાયન્સ જિયો યુઝર્સને ફોરએવર પ્લાન સાથે એક એલઇડી ટીવી અને 4K સેટટોપ બોક્સ ફ્રીમાં મળશે. જિયો ગીગા ફાયબર સાથે ગ્રાહકોને 1GBPS સુધીની બ્રોડબેન્ડ સ્પીડ, લેન્ડલાઈન ફોન, અલ્ટ્રા હાઈ ડેફિનેશન એન્ટરટેનમેન્ટ, વર્ચ્યુઅલ રિયાલિટી કોન્ટેન્ટ, મલ્ટી-પાર્ટી વિડીયો કોન્ફરેન્સિંગ, વોઇસ ઇનેબલ્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, ઇન્ટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સ્લોયુશન જેવી સુવિધાઓ મળશે.

Image Source

જિયો ગિગા ફાયબર 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. જિયો ફાયબરના પ્લાન્સ 700 રૂપિયાથી શરુ થઈને 10,000 રૂપિયા સુધીના થશે. સાથે જ ફ્રી વોઇસ કોલ્સ, OTT એપ્સનું ઍક્સેસ મળશે. સાથે જ પ્રીમિયમ જિયો ફાયબર ગ્રાહકોને નવી ફિલ્મો એ જ દિવસે ઘરે જોવા મળશે, જે દિવસે ફિલ્મો રિલીઝ થશે. સાથે જ ગ્રાહકોને અનલિમિટેડ અમેરિકા, કેનેડા પેક 500 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતમાં મળશે. જો કે કયા પ્લાન સાથે ટીવી ફ્રીમાં મળશે એ વિશે હજુ કોઈ જાણકારી નથી.

Image Source

મિટિંગમાં આકાશ અને ઈશાએ મિક્સ રિયાલિટી (MR) પણ રજુ કર્યું, જેને કંપનીની MR લેબમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એક વીઆર હેડસેટ છે. કંપનીએ આનું નામ હોલોબોર્ડ રાખ્યું છે, જે જલ્દી જ બજારમાં વેચાવા લાગશે.

Image Source

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગા ફાયબરને 15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિયો ગીગા ફાયબરનું લક્ષ્ય 2 કરોડ ઘરોમાં અને 1.5 કરોડ બિઝનેસ કંપનીઓ સુધી પહોંચવાનું છે. હાલ 5 લાખ ઘરોમાં આનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે ભારતનો સૌથી મોટો બીટા પ્રોગ્રામ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.