ખબર જ્ઞાન-જાણવા જેવું

Reliance જિયોનો હજુ એક ધમાકો, હવે લોન્ચ કરશે ‘Jio Gate’, જાણો શું હશે ખાસ

દેશના ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમને મુકેશભાઈ અંબાણીએ 5 સપ્ટેમ્બરના રોજ જીઓ ગિગાફાઈબરના લોન્ચ થવાની ઘોષણા કરી છે, જેની સાથે જ તેમણે જીઓ ગેટ(Jio Gate) સુવિધાનું પણ એલાન કર્યું છે. રિલાયન્સ જીઓ આજે માત્ર ટેલિકોમ કંપની જ નથી, પણ ઈન્ટરેન્ટ ઓફ થિંગ્સ અને નવી-નવી સુવિધાઓ પર લગાતાર કામ કરી રહી છે.

Image Source

મીડિયા રિપોર્ટના આધારે જીઓ કોમ્પ્લેક્સ સિક્યોરિટી મેનેજમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનું નામ કંપનીએ જીઓ ગેટ (Jio Gate) આપ્યું છે. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર (Jio Gate) એપ્લિકેશન આવી ચુકી છે.

Image Source

એપ સ્ટોર અને ગૂગલે પ્લે સ્ટોરમાં જીઓગેટ એપ્લિકેશનની ડિસ્ક્રિપ્શનમાં પણ એપ્લિકેશન વિશેની જાણકારી આપવામાં આવેલી છે. જીઓ ગેટ ઘરના મુખ્ય દરવાજાની સિક્યોરિટી મેંજેમનેટ માટે છે. રિલાયન્સ જીઓ જલ્દી કે એપાર્ટેન્ટ સિક્યોરિટી મેનેજમેન્ટ માટે જીઓ ગેટ લોન્ચ કરી દેશે.

Image Source

રિલાયન્સ જીઓએ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં લખ્યું કે,”અમે ઘરના સિક્યોરિટી મેન્જમેન્ટને હેન્ડલ કરવા માટેનો ઉપાય અને વ્યવસ્થા બદલાવી રહ્યા છીએ અને તેને વધારે સુરક્ષિત અને સિક્યોર બનાવી રહ્યા છીએ. આ સિવાય અપરાધ મુક્ત અને ચોરી-ડાકા મુક્ત વાતાવરણને વધારો આપી રહ્યા છીએ”. જો કે કંપની આ સર્વિસને ક્યારે શરૂ કરશે તેની જાણકારી કંપની દ્વારા આપવામાં નથી આવી.

Image Source

જીઓ ગેટના આધારે કંપની ડિવાઇસ વેંચશે જેને ગ્રાહકો જીઓ ગેટ એપ્લિકેશન સાથે કનેક્ટ કરી શકશે. જેનાથી વિઝીટર મેનેજમેન્ટ, ડેલી સ્ટાફ ની એન્ટ્રી અને એક્ઝિટ, ડિલિવરી પર્સન અને કેબ સર્વિસ વગેરે પર નજર રાખી શકાશે.

Image Source

જીઓ ગેટના આધારે તેમાં પાસવર્ડ પણ સેટ કરી શકાય છે. એટલે મહેમાનોને પણ આ પાસવર્ડ આપી શકાશે જેથી તેઓ કોઈપણ સમસ્યા વગર જ ઘરે આવી શકે. આ સિવાય કોઈ આપત્તિની સ્થિતિ વખતે ગ્રાહક પોતાની લાઈવ લોકેશન પરિવાર કે સિક્યોરિટી ગાર્ડને મોકલી શકશે.

Image Source

જીઓ ગેટ ગ્રાહકોને પોતાનો સ્માર્ટફોન ઇન્ટરકોમની જેમ ઉપીયોગ કરવા માટેની સુવિધા આપે છે. ડોમેસ્ટિક મદદ માટે પણ આ ફીચર્સ આપવામાં આવેલા છે. તેનાથી તમને એ પણ ખબર પડી જશે કે તમારી ઘરે ડિલિવરી સર્વિસ માટે કોણ આવ્યું છે અને કોણ ગયું છે.આ સિવાય કૈબને પણ મૈનેજ કરવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Image Source

જણાવી દઈએ કે જીઓ ગેટનો ત્યારે જ ઉપોયગ કરી શકાશે જ્યારે ગ્રાહક JioGate કોમ્યુનિટી સાથે જોડાણ કરશે. કંપની તેના માટે સોસાયટીને ટાર્ગેટ કરી રહી છે. એટલે કે દરેક સોસાયટી કે એપાર્ટમેન્ટમાં તેને ઇન્સ્ટોલ કરી શકાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks