ખબર

જિઓએ ફ્રી કોલિંગમાં ઝટકો આપ્યો… તો હવે આ કંપનીનું સીમકાર્ડ વાપરો- ચાર્જ નહિ એવો પડે

બુધવારે જિઓ કંપનીએ એક જાહેરાત કરી પોતાના ગ્રાહકોને IUCના નામ ઉપર એક મોટો ઝટકો આપ્યો, જેમાં ગઈકાલથી જ પોતાના પ્લાનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે અને જિઓના ગ્રાહક દ્વારા બીજી કોઈ કંપનીના ગ્રાહક સાથે વાત કરવા માટે પ્રતિ મિનિટી 6 પૈસા ચાર્જ પણ વસુલવામાં આવી રહ્યો છે.

Image Source

જિઓ દ્વારા ગઈકાલથી જ પોતાના પ્લાનમાં IUC પેક એડ કરી દેવાયું છે, વર્તમાન પેક સાથે પણ હવે જિઓના ગ્રાહકોને IUC પેક રિચાર્જ કરાવવું ફરજીયાત થઇ ગયું છે. ત્યારે આઈડિયા-વોડાફોન અને એરટેલના ગ્રાહકોએ પોતાના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

Image Source

જિઓના માર્કેટમાં આવવાની સાથે જ મોબાઈલ રિચાર્જ પ્લાનમાં ખુબ જ મોટા બળવો જોવા મળ્યા હતાં ત્યારે આઈડિયા અને વોડાફોન કંપની એક થઈને વોડાફોન આઈડિયા થઇ ચુક્યા છે. આ કંપનીએ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે તેમના દ્વારા બીજી કંપનીના નંબર ઉપર ફોન કરવા માટે પણ કોઈ અલગ ચાર્જ ચૂકવવો નહિ પડે અને કોઈ અલગ રિચાર્જ પણ કરાવવું નહીં પડે તેવી જાહેરાત કરી હતી.

Image Source

આ સિવાય દેશની બીજી મોટી ટેલિકોમ કંપની એરટેલ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે તેમના ગ્રાહકોને પણ કોઈ વધારાનું રિચાર્જ અથવા તો બીજા નેટવર્ક પર ફોન કરવા માટે કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે. વોડાફોન કંપની દ્વારા ટ્વીટ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી કે તમેન દ્વારા કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.