રિલાયન્સ જિયોએ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ ડેટા પ્લાન પ્રીપેડ સબ્સ્ક્રાઇબર્સ માટે છે. આ ડેટા પ્લાન એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓનલાઈન વીડિયો જુએ છે અથવા વધુ ડેટા વાપરે છે. આવા યુઝર્સ માટે Jio 49 રૂપિયામાં 25 GB ડેટા પ્લાન લાવ્યું છે. આ પ્લાનમાં Jio યુઝર્સને 25 GB ડેટા આપવામાં આવે છે. આ ડેટા પ્લાનની વેલિડિટી એક દિવસની હતી.
ડેટા પ્લાન મુજબ આ પ્લાનનો ઉપયોગ કરવા માટે યુઝર્સની પાસે પહેલા એક્ટિવ પ્લાન હોવો જરૂરી છે. આ પ્લાન અનલિમિટેડ ડેટા પ્લાન સાથે આવે છે. જો કે, ડેટા પ્લાનમાં નિશ્ચિત 25 જીબી ડેટા ખતમ થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે. આ પ્લાન દેશભરમાં Jio પ્રીપેડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
આ વર્ષે જુલાઈમાં ભારતના તમામ મોટા ટેલિકોમ ઓપરેટરો જેમ કે Jio, Airtel અને Viએ તેમના મોબાઈલ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. ત્યારથી, ઘણા યુઝર્સ બીએસએનએલ તરફ વળ્યા. તાજેતરના અહેવાલો અનુસાર, BSNL એ છેલ્લા ચાર મહિનામાં 50 લાખથી વધુ નવા યુઝર્સ ઉમેર્યા છે. ત્યારે BSNL સાથે સ્પર્ધા કરવા Jio એક સસ્તો પ્લાન લાવ્યુ. જણાવી દઇએ કે આ પ્લાનમાં માત્ર ડેટા બેનિફિટ્સ છે અને કોઈ વૉઇસ અથવા SMS લાભ નથી.