ખબર

હજુ પણ ઉઠાવી શકો છો Jioના આ પ્લાનનો ફાયદો, 1 વર્ષ માટે થઇ જશો રિચાર્જની ચિંતાથી મુક્ત!!!

Reliance Jioએ ગયા વર્ષે દિવાળી પર એક પ્લાન લોન્ચ કર્યો હતો જેની વેલિડિટી એક વર્ષની હતી. આ પ્લાન હજુ પણ ચાલુ જ છે, જેથી Jio યુઝર્સ હજુ પણ આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકે છે. Reliance Jioએ એક વર્ષનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો, જેની કિંમત 1699 રૂપિયા છે.આ પ્લાનમાં યુઝરને વપરાશ માટે 547.5 GB 4G ડેટા મળશે. જેની વેલિડિટી 365 દિવસોની હશે અને રોજ વપરાશ માટે 1.5 GB 4G ડેટા મળશે. આ રિચાર્જ પેક દરેક Jio યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ સિવાય Jioના અન્ય મોટી અવધિવાળા પ્લાન્સ પણ હજુ ચાલુ જ છે, જેમાં 4999 રૂપિયાનો વાર્ષિક પ્લાન અને 9999 રૂપિયાનો વાર્ષિક પ્લાન પણ સમાવિષ્ટ છે.

Jioના 1699 રૂપિયાનું વાર્ષિક રિચાર્જ પેક –

આ પેકમાં રિચાર્જ કર્યા બાદ યુઝરને કુલ 574.5 GB 4G ડેટા સાથે અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે. જેની અવધિ 365 દિવસની છે. સાથે જ તેમાં યુઝરને અનલિમિટેડ કોલ, 100 એસએએમએસ પ્રતિ દિવસ, જિયો એપ્સનું સબસ્ક્રિપશન ફ્રી, રોજ 1.5 GB ડેટા 4G સ્પીડમાં મળે છે. એ પછી ડેટા 64kbps સ્પીડ પર મળી રહેશે.

આ સિવાય પણ બીજા અન્ય પ્લાન્સ છે, જેમ કે 999 રૂપિયાના રિચાર્જમાં 60 GB ડેટા અને 90 દિવસની વેલિડિટી મળે છે. 1999 રૂપિયાના રિચાર્જમાં 125 GB ડેટા અને 180 દિવસોની વેલિડિટી મળે છે, 4999 રૂપિયાના રિચાર્જ પર 350 GB ડેટા અને 360 દિવસોની વેલિડિટી મળે છે અને 9999 રૂપિયાના રિચાર્જ પર 750 GB ડેટા અને 360 દિવસોની વેલિડિટી મળે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks