ખબર

રિલાયન્સ જીઓએ ગ્રાહકોને આપી દિવાળી ગિફ્ટ, લોન્ચ કર્યા ‘All in one’ ચાર પ્લાન- જાણો વિગત

જીઓએ તેના ગ્રાહકોને દિવાળીની ગિફ્ટ આપી છે. કંપનીએ આ થોડા દિવસ પહેલા આઈયુસી પ્લાન લોન્ચ કર્યા હતા. રિલાયન્સ જીઓએ ચાર નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનનું નામ છે ‘All in one’ પ્લાન. આ પ્લાનમાં ગ્રાહકોને ડેટાની સાથે નોન જીઓ કોલિંગ પણ આપવામાં આવશે. આ પહેલાની જેમ અનલિમિટેડ નહિ હોય. પરંતુ પ્લાનમાં 1000 મિનિટ જ નોન જીઓ કોલિંગ કરી શકશો.

આવો જાણીએ આ ચાર નવા પ્લાન વિષે.

Image Source

222 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 28 દિવસ માટે દરરોજનો 2 જીબી ડેટા, 100 એસએમએસ પ્રતિદિન મળશે. આ પ્લાનમાં 1000 મિનિટ જીઓ નેટવર્કથી અન્ય નેટવર્ક મળશે, જે 6 પૈસા પ્રતિદરથી લાગુ પડે છે. આ પ્લાન સાથે જ ગ્રાહકોને જીઓ એપ્સનું 28 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

333 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 56 દિવસ માટે દરરોજનો 2 જીબી ડેટા, 100 એસએમએસ પ્રતિદિન મળશે. આ પ્લાનમાં 1000 મિનિટ જીઓ નેટવર્કથી અન્ય નેટવર્ક મળશે, જે 6 પૈસા પ્રતિદરથી લાગુ પડે છે. આ પ્લાન સાથે જ ગ્રાહકોને જીઓ એપ્સનું 56 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

444 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 84 દિવસ માટે દરરોજનો 2 જીબી ડેટા, 100 એસએમએસ પ્રતિદિન મળશે. આ પ્લાનમાં 1000 મિનિટ જીઓ નેટવર્કથી અન્ય નેટવર્ક મળશે, જે 6 પૈસા પ્રતિદરથી લાગુ પડે છે. આ પ્લાન સાથે જ ગ્રાહકોને જીઓ એપ્સનું 84 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

555 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 84 દિવસ માટે દરરોજનો 2 જીબી ડેટા, 100 એસએમએસ પ્રતિદિન મળશે. આ પ્લાનમાં 3000 મિનિટ જીઓ નેટવર્કથી અન્ય નેટવર્ક મળશે, જે 6 પૈસા પ્રતિદરથી લાગુ પડે છે. આ પ્લાન સાથે જ ગ્રાહકોને જીઓ એપ્સનું 84 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

જીઓના વર્તમાન પ્લાન સાથે નવા પ્લાનની તુલના કરવામાં આવે તો આ પ્લેનમાં વધારે ડેટા મળશે.કંપનીએ કહ્યું હતું કે, આ પ્લાનથી 80 રૂપિયા બચાવી શકો છો. તો નોંધવા જેવી વાત એ છે કે, આ પ્લાન હેઠળ મહિનામાં 1000 મિનિટથી વધુ નોન જીઓ કોલિંગ કરો છો તો ફરીથી તમારે આઈયુસી ટોપઅપ કરાવવું પડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.