ખબર

મોજ કરો હવે, જિયો લાવ્યું 2020 હેપ્પી ન્યુયર ઓફર… અનલિમિટેડ સર્વિસ મળશે- જાણો વધુ

2019ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, 2020 આવતા જ રિલાયન્સ જીઓ દ્વારા એક નવી ઓફર લોન્ચ કરવામાં આવી છે. દેશની દિગ્ગ્જ અને જાણીતી કંપની રિલાયન્સ જીઓ દ્વારા 2020 Happy New Year ઓફરની શરૂઆત કરી છે. આ ઓફરની ખાસ વાત એ છે કે, વર્ષ 2020 માટે લાવવામાં આવેલા આ પ્લાનની કિંમત પણ 2020 રાખવામાં આવી છે.

Image Source

આવો જાણીએ 2020 Happy New Year પ્લાન વિષે.

2020ની કિંમતનો આ પ્લેન અનલિમિટેડ સર્વિસની સાથે આવે છે. આ પ્લાનની વેલેડિટી એક વર્ષ છે. 2020 Happy New Year ઓફરમાં રિલાયન્સ જીઓ અનલિમિટેડ કોલિંગ (જિઓથી જિઓ અનલિમિટેડ, નોન જીઓ માટે 12 હજાર FUP મિનિટ). આ પપ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા આપવામાં આવે છે. આ રીતે આ પ્લાનમાં 365 દિવસ માટે 547.5 જીબી ડેટા મળે છે. અન્ય પ્લાનની જેમ આ પ્લાનમાં પણ જીઓ એપ્લિકેશનનું સબ્સક્રિપશન આપવામાં આવે છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીનું કહેવું છે કે, આ ઓફર લિમિટેડ સમય માટે જ છે. ગ્રાહકો આ પ્લાનનો ફાયદો 24 ડિસેમ્બરથી જ લેવા લાગ્યા છે.

આ પ્લાન સ્માર્ટ ફોન અને જિયો ફોન બંને યુઝર્સ માટે છે. સ્માર્ટફોન યુઝર્સને 2020માં એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસની સુવિધા મળે છે. જે યુઝર્સ જિયો ફોનો ઉપયોગ કરવા માગે છે તેને 2020માં એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસની સાથે-સાથે એક જિયો ફોન પણ મફતમાં આપવામાં આવશે.

Image Source

પહેલા આ પ્લાનની કિંમત 2199 રૂપિયા હતી. હવે નવા ઓફરમાં આ પ્લાન 2020માં મળી રહ્યો છે.

Image Source

જણાવી દઈએ કે, પ્લાનની કિંમતમાં વધારોથયા બાદ રિલાયન્સ જીઓએ 2199 રૂપિયામાં આ પ્લાન લોન્ચ કર્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.