ઢોલીવુડ મનોરંજન

સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત “જિંદગી દેકે મારા ગયા” થયું રિલીઝ,

ગુજરાતના લોકપ્રિય સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. તેમનો કર્ણપ્રિય અવાજ માત્ર કાનને જ નહિ હૈયામાં પણ અનેરી ઠંડક પ્રસરાવતો હોય છે. ત્યારે ગુજરાતી ગીતોમાં તો આપણે કિર્તીદાનને સાંભળીએ જ છીએ, પણ હવે તે એક હિન્દી ગીત પણ લઈને આવ્યા છે. “જિંદગી દે કે મારા ગયા”.

 

View this post on Instagram

 

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial) on

આ ગીતમાં સુર કિર્તીદાન ગઢવીએ આપ્યો છે તો સાથે અભિનયમાં પણ તેઓ જોવા મળે છે. અભિનયમાં કિર્તીદાનનો સાથ આપી રહી છે ગુજરાતની ખ્યાતનામ અભિનેત્રી ભક્તિ કુબાવત. જેમની મોહક અદાઓ અને અભિનયે આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial) on

કિર્તીદાન ગઢવી અને ભક્તિ કુબાવતની આ જુગલબંદી પણ જોવા જેવી છે. આ ગીત માત્ર ગીત નથી પરંતુ એક પ્રેમી અને પ્રેમિકાની લાગણીને પણ અભિવ્યક્ત કરે છે. ગીતના શબ્દો પણ હૈયાની આરપાર ઉતરી જતા હોય તેમ આપણને જોતી વખતે એક અલગ જ લાગણીના વહેણમાં ખેંચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhakti kubavat (@bhaktikubavat) on

આ પ્રકારના અંદાજમાં કિર્તીદાન ગઢવી બહુ ઓછા જોવા મળે છે. આ ગીતમાં તેમના અવાજ સાંભળવા સાથે તેમના અભિનયને પણ જોવાનો એક અલગ જ લ્હાવો છે, ભક્તિ કુબાવત તો એક સફળ અભિનેત્રી છે અને આ ગીતમાં તે પોતાના અભિનયને છલકાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhakti kubavat (@bhaktikubavat) on

તમે પણ પ્રેમના દર્દને છલકાવતું આ સરસ મઝાનું ગીત નીચે જોઈ શકો છો..👇👇

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.