મનોરંજન

બિગ ન્યુઝ: પોલીસે બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાને ઝડપી લીધો- કારનામા જાણીને હોંશ ઉડી જશે

અમિતાભ શાહરુખ ખાનની મોહબતે તો તમે જોઈ જ હશે, એ ફિલ્મનો અભિનેતા જિમી શેરગિલની કોવિડની ગાઈડલાઈનના લીલાલહેર ઉડવાના આરોપસર બુધવારે પંજાબના લુધિયાણા ખાતેથી એરેસ્ટ કરવામાં આવી છે. જિમી શેરગિલ પર શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે-સાથે અન્ય નિયમોનું ઘોર ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લુધિયાણાની આર્ય સ્કુલમાં એક પંજાબી મૂવીનું શૂટિંગ ચાલતું હતું જેથી પાર્કિંગમાં ઢગલાબંધ ગાડીઓનો મેળાવડો જામ્યો હતો. આ અંગે જાણ થતા જ પોલીસની ટીમે છાપામારી કરી અને શૂટિંગ અટકાવી દીધું હતું. ફિલ્મના ડિરેક્ટરે તેમને મંજૂરીના કાગળ દેખાડ્યા હતા. જો કે, પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાના આરોપસર ડિરેક્ટર સહિત 2 લોકોને 2-2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જયારે પોલીસની ટિમ પહોંચી તે સમયે અનેક લોકોએ માસ્ક નહોતું પહેરેલું. પોલીસને જોઈને ત્યાં ઉપસ્થિત લોકોએ માસ્ક પહેરી લીધું હતું અને જેમના પાસે માસ્ક નહોતું તેમણે રૂમાલ કે જે કાપડ મળે તેના વડે મોઢું ઢાંકી લીધું હતું.

તમને જણાવી દઈએ કે જિમ્મી શેરગિલ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓ મુંબઇનાં રહેનારા છે. પોલીસે ચારેયની કોરોના વાયરસ મહામારીનાં પ્રોટોકોલનાં ઉલ્લંઘનનાં આરોપમાં કેસ દાખલ કર્યો છે.