જીજાજીને દગો આપીને સાળીઓએ કરી નાખી એવી હરકત કે મહેમાનોની સામે બનેવી પણ જોતા જ રહી ગયા અને જૂતા ચોરાઈ ગયા

જીજા અને સાળીના હસી મજાકના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે તો લગ્નન અડનાર પણ સાળીઓ જીજાજી સાથે મસ્તી કરવાની એક તક પણ ચૂકતી નથી, અને હાલ જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે આવી ઘટનાઓના વીડિયો પણ ખુબ જ વાયરલ થાય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે વર કન્યા કેટલાક મહેમાનો સાથે ઉભા હોય છે. ત્યારે એક રિવાજ અનુસાર વરરાજાને તેમની મોજડી ઉતારવાનું કહેવામાં આવી રહ્યું છે. વરરાજા એક ફ્રેમમાં દુલ્હન સાથે એક ફ્રેમમાં ઉભેલો દેખાય છે.પરંતુ અચાનક સાળીઓ એવું કરે છે કે વરરાજાને પણ માથું ઝુકાવવું પડે છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યાના ચપ્પલ ઉતારવા માટે કન્યાની બહેન આવે છે, જયારે વરરાજા તેમની જાતે જ તેમની મોજડી ઉતારે છે. ત્યારબાદ મોજા ઉતારે છે. સામે ઉભેલો એક છોકરો ખુબ જ ચતુરાઈથી મોજડી ઉઠાવે છે અને પરંતુ સાળીઓ ચાલાકી વાપરી અને મોજડી તે છોકરાના હાથમાંથી ઝુંટવી લે છે. જેવી જ સાળીઓએ મોજડી ચોરી કરી કે તે જોઈને વરરાજા પણ હેરાન રહી જાય છે અને આમ-તેમ જોવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Peter (@angelpeterr_)

સાળીઓ દ્વારા દગો મળ્યા બાદ વરરાજાના ચહેરા ઉપર ભલે મુસ્કાન જોવા મળી રહી હોય પરંતુ મહેમાનો સામે તે માથું ઝુકાવીને ઉભો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો  લાઈક કરવાની સાથે સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel