સાળીના લગ્નની એનવર્સરી મનાવવા પહોંચ્યા જીજાજી, ડાન્સ ફ્લોર પર મન મૂકીને કરતા હતા ડાન્સ અને ત્યારે જ આવ્યો હાર્ટ એટેક, ઉડી ગયું પ્રાણ પંખેરું

જીજાજી ડાન્સ કરતા કરતા લાગ્યો થાક તો બાજુમાં જઈને બેસી ગયા, પણ માહોલ એવો જામ્યો કે ફરીથી ઉભા થયા અને મળ્યું મોત, જુઓ વીડિયો

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં વધારો થયો છે. ઘણા લોકોને રમતા રમતા હાર્ટ એટેક આવી જાય છે તો ઘણા લોકોને જીમમાં પણ હાર્ટ એટેક આવી જતો હોય છે. તો કોઈ ડાન્સ કરતા હોય કે પછી કોઈ કામ કરતા હોય ત્યારે પણ તેમને હૃદય રોગનો હુમલો થાય છે અને તેમના પ્રાણ પંખેરું ઉડી જતા હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે જેમાં સાળીના લગ્નની વર્ષગાંઠમાં ડાન્સ કરી રહેલા જીજાજીનું હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાથી. જ્યાં એક વ્યક્તિએ લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે ગેસ્ટ હાઉસમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં તેણે તેના સંબંધીઓને બોલાવ્યા. તેની પત્નીની મોટી બહેનનો પરિવાર પણ આવ્યો હતો. દરમિયાન ડાન્સ કરતી વખતે બહેનના પતિનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

લગ્નની જેમ શણગારેલા સ્ટેજ પર પતિ-પત્ની બેઠા હતા. તેમજ સ્વજનો પણ ફિલ્મી ગીતોની ધૂન પર નાચતા હતા. થોડા સમય પછી પતિ-પત્ની પણ સગાંસંબંધીઓ સાથે નાચવા લાગ્યા. આ દરમિયાન પત્નીની મોટી બહેનનો પતિ 40 વર્ષીય અમરદીપ ડાન્સ કરતી વખતે પડી ગયો હતો. જેના કારણે કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બધા તેને ઉતાવળે હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નૈનીના રહેવાસી સુનીલ વર્માએ જણાવ્યું કે કાર્યક્રમનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ડાન્સ કરતા અચાનક અમરદીપ નીચે પડી ગયો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે સીતાપુર હોસ્પિટલ કેમ્પસ, ક્લાઈવ રોડ, સિવિલ લાઈન્સનો રહેવાસી હતો. તેમને બે બાળકો છે. તેણે જણાવ્યું કે તે દવાઓની સપ્લાય માટે કામ કરતો હતો. કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક લોકોએ જણાવ્યું કે અમરદીપ એકવાર થાકીને બેસી ગયો. આ પછી, સ્વસ્થ લાગવા પર, તેણે ફરીથી ડાન્સ કરવાનું શરૂ કર્યું.

Niraj Patel