જીજા સાળીની આ જુગલબંધી થઇ વાયરલ, લગ્નના સ્ટેજ પર મોજડી ચોરવાના રિવાજમાં કર્યું એવું કે તમે પણ જોતા જ રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નને લઈને એવા એવા હસી મજાક જોવા મળે છે  કે આવા વીડિયોને લોકો વારંવાર જોવાનું પંસદ કરતા હોય છે, ખાસ કરીને લગ્નમાં દિયર-ભાભી અને જીજા સાળીની મસ્તી મજાક ખુબ જ વાયરલ થતી હોય છે.

આપણા દેશમાં લગ્નને લઈને ઘણી બધી અલગ અલગ વિધિઓ અને રિવાજો જોવા મળે છે. ઘણા એવા રિવાજો પણ છે જેનું રૂપ આજે બદલાયું છે પરંતુ એ રિવાજ નિભાવવામાં મજા એટલી જ આવતી હોય છે. આવો જ એક રિવાજ છે મોજડી ચોરીનો. જેમાં કન્યાની બહેનો તેમના જીજાજીની મોજડી ચોરી લેતા હોય છે અને પછી પાછા આપતા વખતે તે શગુન તરીકે મોટી રકમ પણ વસુલતા હોય છે.

ઘણીવાર મોજડી ચોરીના રિવાજમાં બંને પક્ષ એકબીજા સાથે ઉલઝાઈ જતા પણ હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં કન્યાની બહેન અને વરરાજાની સાળી તેના જીજાજી સામે મોજડી ચોરી અને શુકનની રકમ માંગતી જોવા મળી રહી છે. આ બંનેની જુગલબંધી એવી છે કે તેને જોઈને સૌ કોઈ કાયલ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Shivangi Garg (@shivangi.garg0305)

વીડિયોમાં જોઈ શકાય છે કે સાળી લગ્નના સ્ટેજ ઉપર જીજાજીની મોજડી લઈને ઉભેલી છે અને જીજાજી ખુરશીમાં બેઠા છે, આ દરમિયાન ફિલ્મ “હમ આપકે હે કૌન”નું ગીત જુતે દેદો પૈસે લેલો” વાગી રહ્યું છે. આ સોન્ગ ઉપર જ જીજા અને સાળી સંવાદોમાં તાલમેલ સાધતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લોકોએ ખુબ જ પસંદ કર્યો છે 15.2 મિલિયન કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે.

Niraj Patel