દેવાયત ખવડ વિશે સ્ટેજ પર બોલતા બોલતા ભાવુક થયા જીગ્નેશ કવિરાજ…કહ્યું, “જેલમાં મળવા માટે ગયો ત્યારે મારી આંખોમાં…” જુઓ વીડિયો

“દેવાયત ખવડ મારા ભાઈ કરતા પણ વિશેષ છે…” બોલતા બોલતા જ ભાવુક થયા જીગ્નેશ કવિરાજ… જેલમાં મળવાનો પ્રસંગ કર્યો યાદ.. જુઓ વીડિયો

મારઝૂડના ગુનામાં જેલમાં ગયેલા લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડને 75 દિવસ બાદ આખરે જામીન મળ્યા હતા. દેવાયતને શરતી જામીન મળ્યા છે જે અંતર્ગત તે રાજકોટમાં પ્રવેશ નહિ કરી શકે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ હવે દેવાયત ડાયરાની શોભા વધારી રહ્યો છે અને તેના ડાયરામાં પણ માનવ મહેરામણ પણ ઉમટી રહ્યું છે.

દેવાયતના જેલમાંથી બહાર આવ્યા બાદ તેના સાથી કલાકારો પણ ખુબ જ ખુશ છે અને તેમના કાર્યક્રમોમાં પણ દેવાયત હાજરી આપતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ દેવાયત કિંજલ દવેના ઘરના પણ મહેમાન બન્યા હતા અને કિંજલ દવેના પિતા લલિત દવે સાથે બેસીને ભાવતા ભોજનિયાં પણ લીધા હતા.

ત્યારે હાલમાં જ ગુજરાતના વધુ એક લોકપ્રિય કલાકાર જીગ્નેશ કવીરાજ સાથે પણ દેવાયત મંચ પર બેઠેલા જોવા મળ્યા હતા અને જીગ્નેશ કવિરાજે દેવાયત વિશેની જે વાત કહી તે સાંભળીને ચાહકો સાથે દેવાયત પણ ભાવુક થઇ ગયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જીગ્નેશ કવિરાજ ડાયરાના મંચ પરથી કહી રહ્યા છે કે “હું સ્ટેજની સાક્ષીએ કહું છું કે દેવાયત ભાઈ જેલમાં હતા ત્યારે મને બહુ દુઃખ થયું હતું અને હું જેલમાં તેમને મળવા માટે ગયો ત્યારે મારી આંખમાં આંસુડા હતા અને બીજી વખત મળવા પણ હું નહોતો જઈ શક્યો. આ સ્ટેજની સાક્ષીએ કહું છું કે મને સગા ભાઈ કરતા પણ અધિક રાખે છે અને મારો સગો ભાઈ કહું તો પણ ઓછું પડે.”

આ દરમિયાન જીગ્નેશ કવિરાજ બોલતા બોલતા ભાવુક પણ થતા જોવા મળે છે તો દેવાયત ખવડ પણ તેમની બાજુમાં બેઠેલા હોય છે અને તે પણ ભાવુક થઇ જાય છે. ઇન્ટરનેટ પર હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. દેવાયત પોતે પણ હવે ડાયરા કરવા લાગ્યા છે અને આ દરમિયાન પણ તેમના ઘણા વીડિયો સામે આવ્યા છે.

Niraj Patel