ગાયિકીની દુનિયામાં પોતાનું એક આગવું નામ ધરાવનારા લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ તેમના સુમધુર અવાજના કારણે ગુજરાતના દરેક ગામે ગામ અને દરેક ઘરમાં એક આગવું નામ ધરાવે છે. તેમનું ગીત રીલિઝ થવાની સાથે જ સુપરહિટ બની જાય છે, તેમના ગીતોનો એક મોટો ચાહક વર્ગ છે.
જીગ્નેશ કવિરાજના ગીતોની પણ લોકો કાગડોળે રાહ જોતા હોય છે, ત્યારે તેમના ચાહકો તેમના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર પણ નજર રાખતા હોય છે એન તેમના જીવન વિશે વધુ જાણવા પણ માંગતા હોય છે. ત્યારે હાલમાં જ જીગ્નેશ કવિરાજે તેમના ભાઈના લગ્ન કરાવ્યા જેની શાનદાર તસવીરો સામે આવી છે.
જીગ્નેશ કવિરાજ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલા પણ રહે છે. હાલમાં જ તેમને તેમના નાના ભાઈના લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાના પરિવાર અને ભાઈ સાથે જોવા મળી રહ્યા છે.
જીગ્નેશ કવિરાજે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર તેમના ભાઈના લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના નાના ભાઈ ભાઈ અને પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે જ જીગ્નેશ કવિરાજે કેપશનમાં લખ્યું છે, “મારા નાના ભાઈ જતીન બારોટ ના લગ્નની મોજ અને તેને લગ્નની મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા”
આ ઉપરાંત જીગ્નેશ કવિરાજનો ગરબા રમતો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના પરિવાર સાથે ગરબાની મોજ માણતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જીગ્નેશ કવિરાજના ભાઈનો વરઘોડો નીકળ્યો છે અને રસ્તા વચ્ચે જ ગરબાની રમઝટ જામી રહી છે જેમાં તેમના ભાઈની બાજુમાં જીગ્નેશ કવિરાજ ગરબા રમી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં જીગ્નેશ કવિરાજની આ તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. જીગ્નેશ કવિરાજને પરિવાર સાથે જોવાનો લ્હાવો પણ તેમના ચાહકોએ માણ્યો અને તેમને આ રીતે ગરબા રમતા જોવાની ક્ષણ પણ કેમેરામાં કેદ થઇ ગઈ.
તમને જાણવી દઈએ કે થોડા સમય પહેલા જ જીગ્નેશ કવિરાજ કોરોના સંક્રમિત થયા હતા.. જેની જાણકરી પણ તેમને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની તસ્વીર શેર કરીને આપી હતી. જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું.